રાજકોટના સંવેદનશીલ વિસ્તારમાં જંગલેશ્ર્વરમાં DCP ક્રાઇમની રાહબરીમાં સઘન કોમ્બિંગ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કથળીને ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર અંકુરેશ મેળવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ શહેરને ફરી શાંત અને સલામત બનાવવા માટે ખાણીપીણીની રેકડીઓ અને ચા-પાનના ગલ્લે પડ્યા પાથર્યા રહેતા લુખ્ખાઓ ઉપર પોલીસે ધોંસ બોલાવી રહી છે દરમિયાન ગત રાત્રે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની આગેવાનીમાં રાજકોટના અતિ સંવેદનશીલ એવા જંગલેશ્ર્વર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એક્શન મોડમાં આવી ગયા હોય તેમ રાત પડતાની સાથે જ પોલીસ ડંડો પછાડવા લાગી છે ડીસીપી, એસીપી, પીઆઇ અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ જઘૠના અધિકારીઓ સાથે બેઠક બોલાવી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા આ પછી શહેર ક્રાઇમ બ્રાંચે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના નેતૃત્વમાં દરરોજ રાત્રે કોમ્બિંગ નાઈટ, નાઈટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ કરી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ગત રાત્રે અતિ સંવેદનશીલ જંગલેશ્ર્વરમાં ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટુકડીઓ દ્વારા સઘન કોમ્બિંગ કરવામાં આવ્યું હતું પોલીસની સિંઘમ સ્ટાઇલથી લુખ્ખાઓ અને પડ્યા પાથર્યા રહેતા નબીરાઓમાં પણ નાશભાગ મચી જવા પામી છે.



