પહેલા ડેવિડ વોર્નરે 2017માં ભારત સામે તેની 100મી વનડેમાં સદી ફટકારી હતી અને 100મી ODI અને ટેસ્ટ બંનેમાં સદી ફટકારનાર ડેવિડ વોર્નર બીજો બેટ્સમેન બન્યો.
ઓસ્ટ્રેલીયા ક્રિકેટના ઓપનર ડેવિડ વોર્નરે તેના 100મા ટેસ્ટ મેચમાં એમસીજીના મેદાનમાં શતક લગાવીને આ ખાસ પળને હંમેશા માટે યાદગાર બનાવી દીધો છે. બીજા ટેસ્ટ મેચના બીજા દિવસે બેટિંગ કરતાં વોર્નરે 144 બોલમાં તેની સદી પૂરી કરી હતી. જણાવી દઈએ કે આ ઇનિંગમાં તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
- Advertisement -
100મી વનડેમાં પણ કર્યો કમાલ
જણાવી દઈએ કે આ પહેલા ડેવિડ વોર્નરે પણ પોતાની 100મી વનડેમાં સદી ફટકારી હતી. એમને 2017માં ભારત સામે તેની 100મી વનડેમાં પણ સદી ફટકારી હતી અને 100મી ODI અને ટેસ્ટ બંનેમાં સદી ફટકારનાર માત્ર બીજો બેટ્સમેન બન્યો. આ પહેલા આ રેકોર્ડ માત્ર ગાર્ડન ગ્રીનિજ દ્વારા જ બનાવવામાં આવ્યો છે.
💯 in Test 💯!
Well played, David Warner! #PlayOfTheDay#AUSvSA | @nrmainsurance pic.twitter.com/DsgFyoBvLR
- Advertisement -
— cricket.com.au (@cricketcomau) December 27, 2022
આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના મામલામાં પણ ઘણા આગળ
એક્ટિવ ખેલાડીઓની વાત કરીએ તો વોર્નર આંતરરાષ્ટ્રીય સદીના મામલે બીજા નંબરે પહોંચી ગયા છે. જો કે એ લિસ્ટમાં 72 સદી સાથે વિરાટ કોહલી નંબર વન પર છે જ્યારે વોર્નર 45 સદી સાથે બીજા નંબર પર છે. એમને જો રૂટના 44 આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
ઓપનર તરીકે સચિનની બરાબરી કરી
આ બધા સાથે જ ઓપનર તરીકે ડેવિડ વોર્નરની આ 45મી આંતરરાષ્ટ્રીય સદી છે અને આ મામલામાં એમને સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. આ સિવાય તે ઓપનર તરીકે 25 ટેસ્ટ સદી ફટકારનાર 5મા બેટ્સમેન પણ બની ગયા છે.
David Warner joins another elusive club 🙌
Watch #AUSvSA LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | 📝 https://t.co/FKgWE9jUq4 pic.twitter.com/GXXWEqAxmT
— ICC (@ICC) December 27, 2022
ઓપનર તરીકે 25 ટેસ્ટ સદી ફટકારનાર 5 બેટ્સમેન
33- સુનિલ ગાવસ્કર
31 – એલિસ્ટર કૂક
30 – મેથ્યુ હેડન
27 – ગ્રીમ સ્મિથ
25 – ડેવિડ વોર્નર*
8000 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાના 8મા બેટ્સમેન
આ સદી સાથે જ એમને ટેસ્ટ ક્રિકેટમાં 8,000 રન પૂરા કર્યા અને ઓસ્ટ્રેલિયા માટે આવું કરનાર 8મા બેટ્સમેન બની ગયા છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયાના 7 મા બેટ્સમેન બની ગયા છે અને એમને માર્ક વોને પણ પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ પણ 100મી ટેસ્ટમાં પોતાના 8000 રન પૂરા કર્યા અને હવે વોર્નરે પણ 100મી ટેસ્ટમાં આ કારનામું કર્યું છે.