ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વાનખેડે ટેસ્ટ મેચ આઠ વિકેટે જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 75 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે સરળતાથી હાંસલ કરી લીધો હતો.
A win to savour 😍
- Advertisement -
India recorded their first victory against Australia in Women's Tests 🎉
✍: https://t.co/gqHMWHQ34K pic.twitter.com/BLNrsOeyGh
— ICC (@ICC) December 24, 2023
- Advertisement -
ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વાનખેડે ટેસ્ટ મેચ 8 વિકેટે જીતી લીધી છે. મેચના ચોથા દિવસે ભારતીય ટીમને જીતવા માટે 75 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 19મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારત માટે બીજા દાવમાં સ્મૃતિ મંધાનાએ છ ચોગ્ગાની મદદથી અણનમ 38 રન બનાવ્યા હતા. મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ પહેલા બંને દેશો વચ્ચે 10 ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં કાંગારુઓએ ચાર મેચ જીતી હતી. જ્યારે છ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં 217 રન બનાવ્યા હતા. તાહિલા મેકગ્રાએ સૌથી વધુ 50 રન અને બેથ મૂનીએ 40 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરને ચાર અને સ્નેહ રાણાને ત્રણ સફળતા મળી હતી.
Within a fortnight, India have garnered two historic wins in Mumbai 🎇#INDvAUShttps://t.co/rIXvGsh8w9
— ICC (@ICC) December 24, 2023
ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું
જવાબમાં ભારતીય ટીમે તેના પ્રથમ દાવમાં 406 રન બનાવ્યા હતા. એટલે કે પ્રથમ દાવના આધારે ભારતને 189 રનની લીડ મળી હતી. દીપ્તિ શર્માએ 78 રન અને સ્મૃતિ મંધાનાએ 74 રન બનાવ્યા હતા. આ સિવાય રિચા ઘોષ અને જેમિમાહ રોડ્રિગ્સે પણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનરે ચાર વિકેટ ઝડપી હતી. 187 રનથી પાછળ પડ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દાવમાં સારી બેટિંગ કરી હતી અને 261 રન બનાવવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા માટે બીજી ઇનિંગમાં પણ તાહિલા મેકગ્રાએ સૌથી વધુ 73 રન અને એલિસા પેરીએ 45 રન બનાવ્યા હતા. સ્પિનર સ્નેહ રાણાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. હરમનપ્રીત કૌર અને રાજેશ્વરી ગાયકવાડને પણ બે-બે સફળતા મળી.