By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    5 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    5 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    5 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    5 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    1 hour ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    4 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    5 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    5 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    4 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    4 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડેટિંગ એપ્સ એટલે બિનશરતી સેક્સ સંબંધો બાંધવાનું માધ્યમ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > MEDHA PANDYA BHATT > ડેટિંગ એપ્સ એટલે બિનશરતી સેક્સ સંબંધો બાંધવાનું માધ્યમ!
AuthorMEDHA PANDYA BHATT

ડેટિંગ એપ્સ એટલે બિનશરતી સેક્સ સંબંધો બાંધવાનું માધ્યમ!

Khaskhabar Editor
Last updated: 2022/02/10 at 1:38 PM
Khaskhabar Editor 5 years ago
Share
14 Min Read
SHARE

પહેલી મુલાકાતમાં જ તેણે મારું મન જીતી લીધુ : બીજી મુલાકાતમાં મને બરબાદ કરી નાખી

  • મેધા પંડ્યા ભટ્ટ

સોશિયલ મીડિયાના રીસર્ચ દરમિયાન કલ્પના (નામ બદલેલ છે)ને મળવાનું થયું. તેને મળ્યા પછી તેની વાત સાંભળી તે દરમિયાન જ તેણે મારી સામે ડેટીંગ એપ ડિલીટ કરી નાખી. જેમ જેમ લોકોને મળી રહી છું તેમ લાગે છે કે ડેટીંગ એપને નામે લોકો એકબીજાની સાથે છેતરપીંડી વધારે કરી રહ્યા છે. લોકો દિલો-દિમાગની રમત રમીને જે-તે વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા છે. ડેટીંગ એપ એ ફક્ત સારા મિત્રો શોધવા અને શારીરિક સંબંધો વિના સંકોચે બાંધવા માટેની એપ છે, તેવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. છતાંય લોકો લાગણીશીલ બની જાય છે અને બનાવી દે છે. સ્પષ્ટ વાતો કરનાર કે પોતાને સ્પષ્ટ રીતે રજૂ કરનારા અહીં બહું ઓછા જોવા મળે છે. ગુજરાત સિવાયના અન્ય દેશો અને રાજ્યોમાં આવી ડેટીંગ એપના સંબંધોને વધારે સિરિયસલી લેવામાં આવતા નથી પણ દરેક સ્થળે કેટલાક લાગણીશીલ લોકો તેનો વધારે પ્રમાણમાં ભોગ બની રહ્યા છે.

કલ્પનાને મળી તો તેની વાત સાંભળીને લાગ્યું કે જે ઘટના આપણે ક્રાઇમ પેટ્રોલમાં જોતા હોઇએ છીએ, તેવી ઘટનાનો ભોગ તે બની છે અને સાથે જ કદાચ વધારે મોટી ઘટનાનો ભોગ બનતા તે બચી પણ ગઇ તેમ કહું તો ખોટું નથી. 2019માં નવરાત્રી શરૂ થવાના થોડા દિવસ પહેલા જ કલ્પનાની સાથે મુલાકાત થઇ. સિંધુ ભવનના એક કેફેમાં અમે સિગરેટ અને ગ્રીન ટી મંગાવી અને તેણે પોતાની સાથે ડેટીંગ એપને લઇને થયેલી ઘટનાની વાતની શરૂઆત કરી.

- Advertisement -

હું અહીં એક ફ્લેટ ભાડે રાખીને રહું છું અને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. પહેલા હું મુંબઇ એક વર્ષ હતી. હવે છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં શીફ્ટ થઇ છું. હું મૂળ રાજકોટ પાસેના એક નાના ગામની છું. કલ્પેશ નામના વ્યક્તિને હું ટીંડરની એપ પર મળી. તરત જ નંબરની આપ-લે થયા બાદ બીજા જ દિવસે મુલાકાત માટેની વાતચિત થઇ. બીજા દિવસે રાત્રે આઠ કલાકે ઇસ્કોન પાસે ઊભી રહીને હું તેની રાહ જોતી હતી. કલ્પેશ તેના એક પાર્ટનરની સાથે ગાડીમાં આવ્યો. પહેલા તો બંનેને સાથે જોઇને મને થોડું અજુગતું લાગ્યું પણ કલ્પેશ ગાડીમાંથી બહાર આવીને મને મળ્યો અને તેના પાર્ટનરને ક્યાંક ઊતારવા જવાનું છે, તેમ જણાવ્યું. હું ગાડીમાં પાછળની સીટ પર બેઠી. તે બંને આગળ બેઠા હતા. તેણે મારી ઓળખાણ તેના પાર્ટનર સાથે કરાવી. હું ગાડીમાં તો બેસી ગઇ પણ મને કંઇક સારું નહોતું લાગી રહ્યું. કલ્પેશે એક મોટી બિલ્ડીંગના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ગાડી લીધી. મને વધારે ગભરામણ થવા લાગી. ક્યાંક કંઇક ખોટું તો નહી થાય ને એવો ડર મને લાગ્યો. જોકે તેનો પાર્ટનર ઊતરી ગયો અને કલ્પેશે મને આગળ બેસવા કહ્યું. અમે ત્યાંથી બહાર નીકળી ગયા અને ગાંધીનગર હાઇવે તરફ નીકળી ગયા. બંને વચ્ચે ઘણી વાતચિત થઇ.

કલ્પેશે મને તેની જૂની ગર્લફ્રેન્ડની વાત કરી. તેની ફેમીલીની વાતો કરી. મેં પણ મારા એક બ્રેકઅપની વાત શેર કરી. બાકી મારા જીવનમાં વધારે કોઇ કિસ્સાઓ હતા નહીં. સારી લાગે એવી વાત એ હતી કે મારી પહેલી ટીંડર ડેટ કલ્પેશ સાથે હતી અને હું તેની સાતમી ડેટ હતી. જોકે તેના કહેવા મૂજબ તેને મારા વિચારો અને મારી કંપની વધારે પસંદ પડ્યા હતા. અમે ખૂબ વાતો કરી અને રાત્રે દસ વાગે તે મને મારા ઘરે મૂકી ગયો. બીજે દિવસથી અમે બંને મેસેજ અને ફોનથી સંપર્કમાં રહેવા લાગ્યા. વાતો વધવા લાગી અને અમને બંનેને એકબીજા માટે વધારે ને વધારે આકર્ષણ થઇ રહ્યું હોય તેવું લાગવા લાગ્યું. મારા માટે મને જાણે ફરી કોઇ ખાસ મળી ગયું હોય તેવી મારી સ્થિતી હતી. નવરાત્રી શરૂ થઇ ગઇ હતી. હું એકલી રહેતી હતી પણ મારા જોબ ટાઇમિંગના કારણે મને ગરબા રમવા જવાનો સમય મળી શકે તેમ નહોતો. મારે અને કલ્પેશને ફક્ત ફોન પર જ વાતો થતી હતી.

ચોથા નોરતે મને સાંજે કલ્પેશનો ફોન આવ્યો કે આજે ગરબા રમવા કોઇ પાર્ટી પ્લોટમાં જઇએ. તું તૈયાર થઇ જજે હું તને લેવા આવીશ. હું વ્યસ્ત હતી એટલે મેં એને ના પાડી. તેણે ફોન મૂકી દીધો અને તરત જ તેના ફોન પરથી પાછો ફોન આવ્યો. તે વખતે કલ્પેશ નહીં પણ તેનો કોઇ બીજો મિત્ર મારી સાથે વાત કરી રહ્યો હતો. તેણે મને પૂછ્યું, આવો છો ને તો મળીએ અને એન્જોય કરીએ. મેં અને કહ્યું કે હમણા તો મેં કલ્પેશને ના પાડી છે, તો પછી તમે મને શા માટે ફરી તેના જ ફોન પરથી ફોન કરીને પૂછી રહ્યા છો. તેના મિત્રએ ફોન મૂકી દીધો. મેં ફરી સામે કલ્પેશને ફોન કર્યો અને કહ્યું કે તારો મિત્ર કેમ મારી સાથે આ રીતે વાત કરે છે, અને તે તારા ફોન પરથી વાત કરે છે, તો તને ખબર નથી કે મને ફોન કર્યો છે.

- Advertisement -

મને કલ્પેશ અને તેના મિત્રની આ રીતે વાત કરવાની બાબત થોડી ન ગમી. શંકા થઇ પણ વધારે વિચાર કર્યો નહીં. જોકે આ ફોન વાળી વાતને લઇને મારે અને કલ્પેશને બંનેને ખૂબ ચર્ચા થઇ. કદાચ તેને મારી આ રીતની ચર્ચા ન ગમી હોય તેવું મને લાગ્યું હતું. બે દિવસ પછી મને કલ્પેશે કહ્યું કે એક અઠવાડિયા માટે તેના ગામડે જાય છે, તો તે સંપર્કમાં રહી શકશે નહીં. મેં વાત માની લીધી. લગભગ દસ દિવસ થઇ ગયા તો પણ તેનો કોઇ ફોન કે મેસેજ મને આવ્યો નહોતો. મેં સામેથી તેને ફોન કર્યો તો તે અમદાવાદમાં જ હતો. મેં તેની સાથે આવી જવાની જાણ ન કરી તેની વાત કરી તો તેણે મને કામમાં ભૂલી ગયો તેમ કહીને વાતને ટાળી દીધી.

મને મનમાં થયું કે ક્યાંક તે મારી દલીલોથી કંટાળતો નહી હોય ને…જોકે તે જ દિવસે રાત્રે સાડા આઠ કલાકે તેનો મને ફોન આવ્યો કે મારે તને મળવું છે, સાથે સારો સમય પસાર કરવાની ઇચ્છા છે. હું ખુશ થઇ ગઇ અને તેને મળવા માટે સાડા નવ વાગે ફરી ઇસ્કોનવાળી જગ્યાએ પહોંચી ગઇ. તેણે મને કહ્યું કે તે મને તેના એક મિત્રની ઓફિસે લઇ જાય છે, ત્યાં કોઇ હશે નહીં અને આપણે શાંતિથી વાતો કરી શકીશું. મારા માટે તો કલ્પેશને મળવાનો જ આનંદ એટલો બધો હતો કે હું તેની સાથે જ રહેવા માગતી હતી. અમે તેના મિત્રની ઓફિસે પહોંચ્યા. બધે સીસીટીવી કેમેરા હતા. જોકે ઓફિસ અગિયારમાં માળે હતી અને ઓફિસના એક તરફના ભાગમાંથી અમદાવાદનો એસજી હાઇવેનો વ્યૂહ ખૂબ જ સુંદર લાગતો હતો.

ઓફિસની લાઇટ્સ બંધ જ હતી અને અમે બંને રસ્તા પરનો વ્યૂહ જોઇ રહ્યા હતા. ધીમે ધીમે તે મારી નજીક આવીને મારી પીઠ પર મને સ્પર્શ કરવા લાગ્યો. મારા માટે તેનો આ પ્રથમ સ્પર્શ હતો. તેણે મારા ખભા પરના વાળને દૂર કરીને મને ડોક પર ચુંબન આપ્યું. તેણે ડ્રીન્ક કર્યું હોય તેવું મને લાગ્યું. હું થોડી ખસી ગઇ અને મેં તેને કહ્યું કે આ શું કરે છે. તેનો જવાબ હતો કે તારી સાથે સારો સમય પસાર કરવો છે. મેં તેને કહ્યું કે હજી આપણે હમણા જ મળ્યા છીએ, આ બધા સંબંધમાં ઉતાવળ કરવી યોગ્ય નથી. તે વખતે તેનો મગજ ગયો અને તેણે મને સામે પડેલા સોફા તરફ ધકેલી દીધી. હું કઇ સમજું કે વિચારું તે પહેલા તેણે મારા બંને હાથને તેના એક હાથ વડે ઉપરની તરફ કરીને મારા ટોપને ઉપર લઇને મારું મોં ઢાંકી દીધું. તે આખો મારી ઉપર આવી ગયો અને હું એકદમ છટપટાવવા લાગી. થોડા સમયે હું હિંમત હારી ગઇ. તેણે મારી આબરૂના લીરેલીરા ઊડાડી દીધા. મારી સ્થિતી શું હતી તે સમયે તે હું સમજી પણ ન શકી. મને ભોગવી લીધા પછી તેણે મને બેશરમ બનીને કહ્યું કે વીર્ય અંદર જ છૂટી ગયું છે, તો બાથરૂમમાં જઇને સાફ કરી લે. મને તો પરિસ્થિતી સમજાઇ જ નહોતી રહી કે શું બની ગયું અને શું કરું. બાથરૂમ જતાં મને ખૂબ બળતરા થઇ. તેણે મને તરત ત્યાંથી નીકળી જવાનું છે, તેમ કહ્યું. હું તેના દોરવાયા દોરવાતી જતી હતી. જે કલ્પેશ મને ઘર સુધી મૂકવા આવતો હતો તેણે મને સેટેલાઇટ પોલીસ સ્ટેશન પાસે ઉતારીને કહ્યું કે તું ઓટો કે કેબ કરી લે. મારે ઘરે જવામાં મોડું થાય છે. પોલીસ સ્ટેશનની પાસે જ હું હતી અને મને એકવાર મનમાં વિચાર આવી ગયો કે ફરીયાદ નોંધાવી દઉં. મનમાં એટએટલા વિચારો અને તરંગો હતા કે કંઇ જ સમજી નહોતી શકતી.

હું રીક્ષા કરીને ઘરે આવી. મને ખૂબ દુખાવો થઇ રહ્યો હતો અને મારું મગજ પણ શૂન્ય બની ગયું હતું. મારી સાથે જે થયું હતું તે તમે સમજી જ ગયા હશો. ‘બળાત્કાર’ જેવો શબ્દ ફક્ત વાંચીને રૂંવાટાં ઊભા થઇ જતા હતા, તેનો હું ભોગ પોતે બની હતી. બીજે દિવસે મેં કલ્પેશને ફોન કર્યો અને કહ્યું કે કાલે રાત્રે તે જે મારી સાથે કર્યું તે શું હતું તે ખબર છે. તેણે મને સોરી કહીને ફોન કાપી નાખ્યો. બીજીવાર મને ફોન કર્યો અને મારી માફી માંગી. પોતે કબૂલ્યું કે તેણએ ડ્રીન્ક કર્યું હતું તેથી તેને ભાન ન રહ્યું. આ વાત પછી ધીમે ધીમે તેણે મારી સાથેના સંપર્ક ઓછા કરી નાખ્યા. હું તેને મેસેજ કરું તો તેના જવાબ પણ મને મળતા નહોતા. એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે મારી ગર્લફ્રેન્ડે તારા મેસેજ વાંચી લીધા છે, તો હવે મને મેસેજ ન કરતી. મને આંચકો લાગ્યો. મેં એને ફોન કર્યો. તો તેણે જે વાતો કરી મારા માનવામાં જ ન આવી. તેણે મને કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ મારી સાથે આજેપણ જોડાયેલી છે. હું પરીણિત છું અને મારે બે બાળકો પણ છે. તો મને હેરાન ન કરતી.

હું તો આ બધુ જાણીને એટલી બધી દુખી થઇ કે મને કંઇ સમજાયું જ નહીં. થોડા દિવસ પછી અચાનક કલ્પેશના મિત્રનો ફોન આવ્યો અને મારી સાથે સહાનુભૂતિ દર્શાવવા લાગ્યો. મારાથી તેની સામે રોઇ પડાયું. તેણે મને કહ્યું કે હું તને કલ્પેશ સાથે મુલાકાત કરાવી આપું. તેણે મને તેની ઓફિસનું એડ્રેસ મેસેજ કર્યું અને રાત્રે આઠ વાગે આવવાનું કહ્યું. હું તેની ઓફિસે પહોંચી તો મને યાદ આવ્યું કે આ એ જ જગ્યા હતી જ્યાં કલ્પેશ મને લઇને આવ્યો હતો. હું ઓફિસની અંદર પહોંચી. દરવાજો થોડો ખુલ્લો હતો એટલે મારા અંદર આવવા વિશે તે બંનેને જાણ ન થઇ. ઓફિસના પાર્ટીશનની બીજી તરફ કલ્પેશ અને તેના મિત્રની વાતો મને સંભળાતી હતી. બંને જણા મારી સાથે કઇ રીતે વારાફરતી શારીરિક સંબંધ બાંધતા રહેવો અને કઇ રીતે મારો ઉપયોગ કરતા રહેવો તેની વાતો કરીને હસી રહ્યા હતા. હું તરત જ બહાર નીકળી ગઇ. લિફ્ટ તરફ ભાગી અને ત્યાંથી નીકળી ગઇ. થોડીવાર પછી મને કલ્પેશના મિત્રનો ફોન આવ્યો કે મને ઓફિસે પહોંચતા કેટલી વાર થશે. મેં તેને ખૂબ સ્માર્ટલી જવાબ આપ્યો કે આજે મારી તબિયત સારી નથી એટલે પછી ક્યારેક મળીશ. રાત્રે ઘરે આવીને હું ખૂબ રડી અને મેં કલ્પેશનો નંબર બ્લોક કરીને ડિલીટી મારી દિધો. તેના મિત્રનો પણ નંબર બ્લોક કરી દીધો.

હું તે સમયે જે માનસિક પરિસ્થિતીમાંથી પાસ થઇ હતી તે હું એકલી જ જાણું છું. મારી સાથે બનેલી આ ઘટનાને હું કોઇની સાથે પણ શેર કરી શકું તેમ નહોતી. એક યુવતી પર બળાત્કાર થાય અને તેની જે માનસિક અને શારીરિક સ્થિતી થાય છે, તે ખરેખર અકલ્પનીય છે. હાલમાં હું એકલી છું અને ખુશ છું. ઘણી વાતો ભૂલી ચૂકી છું પણ એ રાત્રે જે ઘટના બની તે જીવનમાં ક્યારેય ભૂલી નહીં શકું.

સમજવા જેવું – દરેક યુવતીએ કે મહિલાએ સમજવા જેવી બાબત છે કે જ્યારે પણ કોઇ યુવક કે પુરુષનો જીવનમાં પ્રવેશ થાય છે ત્યારે તેની સાથે કોઇ એવા સ્થળે એકલા ક્યારેય ન જવું જ્યાં તમારી સાથે તે સરળતાથી બળજબરી કરી શકે. સોશિયલ મીડિયા પર ક્યારેય પ્રેમના કે આજીવન જોડાઇ રહે તેવા સંબંધો બનતા નથી તે સત્ય હકીકત છે. મોટાભાગે લોકો તમારો ઉપયોગ કરવા માટે જ તૈયાર હોય છે. તમને પહેલા જાણી અને સમજી લે છે અને પછી તમારી સાથે એ પ્રકારનું વર્તન કરતા હોય છે. જો જીવનમાં કોઇ આવી વ્યક્તિ સાથે પરિચય થાય તો તમારી નજીકના કોઇ વ્યક્તિને તેની વિશે જરૂરથી જાણકારી આપો. તમારી કોઇ ખાસ સહેલીને તમે ક્યારે અને ક્યા સમયે ક્યા છો , તે પણ જણાવતા રહો. તમારા જીવનમાં આવેલી કઇ વ્યક્તિ તમારો કેવો ઉપયોગ કરીને જતી રહેશે તે તમે પોતે પણ ઓળખી શકતા નથી. કદાચ તમારી સહેલી તેની હરકતો કે વ્યવહારથી તેને ઓળખીને તમે સાવધાન કરી શકે છે. પ્રેમમાં કે આકર્ષણમાં ખેંચાઇ ગયેલી વ્યક્તિને ક્યારેય તેની સાથે જોડાયેલું પાત્ર ખોટું કે ખરાબ લાગતું નથી. તેથી તમે જો તેની માહિતી તમારી સહેલી સાથે શેર કરશો તો તે તમને સાચી દિશા ચીંધવામાં સહાયરૂપ બની શકશે. રોજ અનેક યુવતીઓ આવી ઘટનાઓનો જાણે અજાણ્યે ભોગ બનતી હોય છે, તો સાવધાન રહેવું અને સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.

 

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article SP નિર્લિપ્ત રાય : દેખાવે ચોકલેટી પણ સ્વભાવે લવિંગિયા મરચાં જેવા…
Next Article રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી ક્યા મુદ્દા પર લડાશે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?