મહોત્સવના પ્રારંભે મા ઉમિયાના 125માં પ્રાગટ્ય વર્ષ નિમિત્તે 1250 બાળાઓ-કુંવારિકાઓનું પૂજન થશે
સિદસર ખાતે યોજાનાર શ્રી 1। શતાબ્દી મહોત્સવ અંગે ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા તથા શ્રી 1। શતાબ્દી મહોત્સવ પ્રેસ મીડિયા સમિતિના મંત્રી રજનીભાઈ ગોલે આજે સાંધ્ય દૈનિક ‘ખાસ-ખબર’ની મુલાકાત લઈ વિવિધ માહિતીઓ આપી હતી
- Advertisement -
રાજકોટ-અમદાવાદ જેવા મહાનગરોમાં અદ્યતન શૈક્ષણિક સંકુલોના નિર્માણ કરવાની નેમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સિદ્ધ તપોભૂમિ આલચ પર્વતમાળાની ગોદમાં પવિત્ર વેણુ નદીના તટે, પાટીદારોની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્રસ્થાન એટલે ઉમિયાધામ સિદસર આગામી તા. 25થી 29 ડીસેમ્બર 2024 દરમિયાન જગત જનની મા ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે 5 દિવસીય પ્રાગટ્ય ઉત્સવ શ્રી 1। શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. પાંચ દિવસના મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહોત્સવમાં કૃષિ, યુવા, મહિલા, કર્મયોગી, સામાજિક સમરસતા, ઉદ્યોગ-વેપાર, શૈક્ષણિક, ડોક્ટર્સ-પ્રોફેશનલ્સ સંમેલનો યોજાશે.‘મા ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધના’ અંતર્ગત અદ્યતન શૈક્ષણિક સંકુલોના નિર્માણનો સંકલ્પ
21મી સદી જ્ઞાનની સદી મનાય છે. આજથી લગભગ 90 વર્ષ પહેલાં પાટીદાર સમાજના દીર્ઘદૃષ્ટા વડીલોએ વિદ્યાર્થી આશ્રમો, બોર્ડીંગો, છાત્રાલયો બનાવી પાટીદાર સમાજની પ્રગતિ, સમૃદ્ધિ અને સમાજ વ્યવસ્થાને વેગ આપ્યો હતો. જ્યારે આવનારી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજકોટ-અમદાવાદ જેવા મહાનગરોમાં શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરવાની નેમ ઉમિયાધામ સિદસર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં રૂા. એકસો પચીસ કરોડ તથા બીજા તબક્કામાં એકસો પચીસ કરોડ થકી કુલ બસો પચાસ કરોડના ખર્ચે બે શૈક્ષણિક પ્રોજેક્ટો હાથ ધરાયા છે ત્યારે સમાજના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડોકટર, એન્જિનીયર, પ્રોફેસર સહિતના તમામ વર્ગને નૈતિક ફરજના ભાગરૂપે આ યોજનામાં આર્થિક અનુદાન આપવા માટે ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, સમૃદ્ધિ યોજનાના ચેરમેન બી. એચ. ઘોડાસરા, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા સહિતના હોદ્દેદારો દ્વારા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -
‘માનું તેડું’ આમંત્રણ પત્રિકા સાથે માતાજીની હુંડીને વધાવતા પાટીદાર પરિવારો
પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે આગામી 25થી 29 ડીસેમ્બર યોજાનારા 5 દિવસના શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં સહર્ષ સામેલ થવા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશ-વિદેશમાં રહેતા અઢી લાખ પરિવારનો ‘માનું તેડું’ કંકોત્રીરૂપે આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લા-તાલુકા-ગ્રામ્ય લેવલે ઉમિયા પરિવાર સંગઠન સમિતિના કાર્યકરો દ્વારા માની કંકોત્રી કડવા પાટીદાર પરિવારના ઘેર-ઘેર જઈ વિતરણ કરવામાં આવી રહી છે. આ સાથે પરિવારની સમૃદ્ધિ અને સુખાકારીના આશિષ પાઠવતી માતાજીની હુંડી પણ સ્વૈચ્છિક રીતે વિતરિત થશે. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા સમૃદ્ધિ યોજના-3 હેઠળ નિર્માણાધીન શૈક્ષણિક સંકુલોના નિર્માણમાં સહભાગી થવા આર્થિક યોગદાન માટે હુંડી બનાવવામાં આવી છે. શ્રી 1। શતાબ્દી મહોત્સવના નિમંત્રણ ‘માનું તેડું’ સાથે હુંડીને વધાવી લેવા પાટીદાર પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના કડવા પાટીદાર પરિવારમાં જે તે જિલ્લા- તાલુકા- ગ્રામ્ય લેવલે સંગઠન સમિતિના સભ્યો દ્વારા માનું તેડું કંકોત્રી સ્વરૂપે આમંત્રણ પત્રિકાની સાથોસાથ સમાજના દરેક વર્ગના લોકોને સાંકળવાના આશય સાથે જગત જનની મા ઉમિયાના 125માં પ્રાગટ્ય મહોત્સવ અવસરે યથાશક્તિ હુંડી યોગદાનની અપીલ સાથે રૂપિયા પચીસ સોની બ્રોન્ઝ હુંડી, પાંચ હજારની સિલ્વર હુંડી, અગીયાર હજારની ગોલ્ડ હુંડી, પચીસ હજારની ડાયમંડ હુંડી, પચાસ હજારની પ્લેટીનમ હુંડીનું સ્વેચ્છાએ વિતરણ કરવામાં આવશે. સમાજના તમામ પરિવારો, વ્યાપારી તથા નોકરિયાત મિત્રોને આ હુંડી સ્વીકારી માના ચરણોમાં યથાશક્તિ યોગદાન નોંધાવવા મહોત્સવના હોદ્દેદારો આયોજકો દ્વારા આહવાન કરાયું છે.
શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં જગદંબા શક્તિ સ્વરૂપે 1250 બાળાઓનું પૂજન કરાશે
ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા, ચંદુભાઈ ખાનપરાએ જણાવ્યું હતું કે સિદસર ખાતે મા ઉમિયાના 125માં પ્રાગટ્ય નિમિત્તે યોજાનાર 1। શતાબ્દી મહોત્સવમાં સાક્ષાત આદ્યશક્તિ મા જગદંબા સ્વરૂપ 5થી 12 વર્ષ સુધીની 1250 જેટલી નાની બાળાઓ- કુમારિકાઓનું વિધિવત કંકુ-ચોખાથી પૂજન તથા આરતી કરવામાં આવશે. આ મહોત્સવમાં ભવ્ય યજ્ઞશાળામાં દરરોજ 25 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે.પાંચ દિવસીય મહોત્સવ દરમિયાન તા. 25ના સવારે મહોત્સવના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. બપોરે 3-30 કલાકે યુવા સંમેલનમાં અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા તેમજ મુખ્ય વક્તા તરીકે લેખક જય વસાવડા ઉપસ્થિત રહેશે. તા. 26ના રોજ સવારે 9 કલાકે કૃષિ સંમેલનમાં અધ્યક્ષ તરીકે સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્ઘાટક તરીકે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્ય મહેમાન તરીકે મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહેશે.
બપોર બાદ સામાજિક સંમેલનમાં અધ્યક્ષ તરીકે ઉંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, મુખ્ય વક્તા તરીકે સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મુખ્ય મહેમાન મહાપ્રદ્મ દાતા જીવનભાઈ ગોવાણી ઉપસ્થિત રહેશે. તા. 27ના રોજ સવારે 9 કલાકે મહિલા સંમેલનમાં આણંદબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી તથા ગાયત્રી આશ્રમના લાલબાપુ આશીર્વચન પાઠવશે. બપોર બાદ સમરસતા સંમેલનમાં અધ્યક્ષ તરીકે મહાપ્રદ્મ દાતા ધનજીભાઈ પટેલ, મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સેવક સંઘના રવિન્દ્ર કિરકોડેજી, મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ગોંડલ સ્ટેટના જયોર્તિમયસિંહજી જાડેજા, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મહેશભાઈ જીવાણી, ડો. જયંતિભાઈ ભાડેસિયા ઉપસ્થિત રહેશે. તા. 28 ને સવારે કર્મયોગી સંમેલનમાં અધ્યક્ષ તરીકે પૂર્વ કલેકટર બી. એચ. ઘોડાસરા તથા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા આશીર્વચન પાઠવશે. બપોર બાદ ઉદ્યોગપતિ સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ કોટડીયા, મહાપ્રદ્મ દાતા જયસુખભાઈ પટેલ, ઉદ્ઘાટક તરીકે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેશે. તા. 29ના રોજ શૈક્ષણિક સંમેલનમાં અખિલ ભારતીય સંઘના ડો. પરમાત્માનંદ સરસ્વતીજી આશીર્વચન પાઠવશે. મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ જગતના ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, આર. જી. ધમસાણીયા, કિરણભાઈ પટેલ, ડો. વી. બી. ભેંસદડીયા ઉપસ્થિત રહેશે. બપોર બાદ ડોક્ટર્સ પ્રોફેશનલ સંમેલનમાં અધ્યક્ષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વક્તા તરીકે અનિશ ચંદારાણા, મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કિરણ હોસ્પિ. સુરતના મથુરભાઈ સવાણી, કેપીએસએનએના ડો. ભાણજીભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. આશરે 600 વિઘા જમીનમાં આયોજિત શ્રી 1। શતાબ્દી મહોત્સવની વિવિધ તૈયારીઓને સુચારૂ ઢબે જોરશોરથી ચાલી રહી છે.
મહોત્સવના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આશરે 108થી વધુ વિવિધ સમિતિઓ જહેમત ઉઠાવી રહી છે.ઉમિયાધામ સિદસર ખાતે ત્રણ યાદગાર અને અવિસ્મરણીય મહોત્સવ થકી કુળદેવી મા ઉમિયાના સાનિધ્યમાં ભક્તિની શક્તિ સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આગામી તા. 25થી 29 ડીસેમ્બર 2024 આશરે 600 વિઘા જમીનમાં મા ઉમિયા માતાજીનો 125મો પ્રાગટ્ય મહોત્સવ રંગેચંગે ઉજવાશે.ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે આગામી તા. 25થી 29 ડીસેમ્બર 2024માં મા ઉમિયા પ્રાગટ્યની 125માં વર્ષની ઉજવણી નિમિત્તે સવા શતાબ્દી મહોત્સવના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે. રૂા. 1.51 કરોડ જેવી માતબર રકમનું દાન આપી સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા તથા ઉદ્યોગપતિ પુનીતભાઈ ચોવટીયા શ્રી સવા શતાબ્દી મહોત્સવના મુખ્ય યજમાન બન્યા છે. આ ઉપરાંત સહયજમાન તરીકે રૂા. 51 લાખનું દાન આપનાર જીવનભાઈ ગોવાણી તથા બીજા સહયજમાન તરીકે ધનજીભાઈ માકાસણાએ 51 લાખનો સહયોગ નોંધાવ્યો છે. ત્રીજા સહયજમાન તરીકે વસંત બિલ્ડર્સના મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ ભીમાણી, વસંતભાઈ ભીમાણી, ચોથા સહયજમાન તરીકે એન્જલ ગ્રુપના શિવલાલભાઈ આદ્રોજા, અશ્ર્વિનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, જીજ્ઞેશભાઈ આદ્રોજા તરફથી 51 લાખનો સહયોગ પ્રાપ્ત થયો હતો. મહોત્સવના અન્નપૂર્ણા દાતા તરીકે રૂા. 25 લાખનું દાન આપી નંદલાલભાઈ માંડવીયા, રાજેન્દ્રભાલ પરસાણીયા, મયુરભાઈ પરસાણીયા, મહોત્સવના ભોજનાલય દાતા તરીકે મગનભાઈ જાવીયા, મનસુખભાઈ પાણ, ગોવિંદભાઈ વરમોરા સનહાર્ટ ગ્રુપ, દુર્લભજીભાઈ રંગપરીયા, સ્વ. રવિલાલ રંગાણી (મુંબઈ), ત્રિભોવનભાઈ વાંસજાળીયા, રાજેશભાઈ કાલરીયા, હરેશભાઈ પરવાડીયા, શૈલેષભાઈ વૈષ્નાણી, એમ. એમ. પટેલ, વિનોદભાઈ રબારા, જીવરાજભાઈ વરમોરા પરિવાર તેમજ મહોત્સવના ભોજનાલય સહદાતા તરીકે રૂા. 5 લાખનું દાન આપી રેડ સ્ટોન ગ્રેનાઈટ, અરવિંદભાઈ જીવાણી, ચંદુભાઈ ખાનપરા, વિનુભાઈ મણવર, કાંતીભાઈ માકડીયા, પ્રભુદાસભાઈ કણસાગરા, સવિતાબેન ફળદુ, શિલ્પન બિલ્ડર્સ, ચિમનભાઈ શાપરીયા, ચંદ્રેશભાઈ માકાસણા, પ્રવિણભાઈ પાડલીયા, સંજયભાઈ કોરડીયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રભુદાસભાઈ ભેંસદડીયા, અંકુરભાઈ ભાલોડીયા, નરોત્તમભાઈ કણસાગરા, જયેશભાઈ જાવીયા, દિલીપભાઈ ધરસંડીયા, ધીરુભાઈ ડઢાણીયા, શ્યામલ બિલ્ડર્સ, એન. ડી. પટેલ, બી. એચ. ઘોડાસરા, અરવિંદભાઈ ફળદુનો સહયોગ પ્રાપ્ત થયો છે.