રેલવે તંત્ર દ્વારા પશ્ર્ચિમ રેલવેએ યાત્રિકોની સુવિધા માટે વેરાવળથી સુરત વચ્ચે વધુ એક સાપ્તાહિક ટ્રેન વિશેષ ભાડા પર શરૂ કરવા નિર્ણય કર્યો છે. આ અંગે ભાવનગર ડીવીઝનના સિનીયર ડીસીએમ માકુશ એહમદે જણાવ્યુ હતુ કે, આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11:05 વાગ્યે ઉપડશે જે રાત્રીના 11:45 વાગ્યે સુરત પહોંચશે. જયારે સુરતથી આ ટ્રેન સોમવારથી સાંજે 7:30 વાગ્યે ઉપડી બીજા દિવસે વેરાવળ પહોંચશે. આ ટ્રેનનો તા.1રના મંગળવારથી પ્રારંભ થશે જે 30 જાન્યુઆરી સુધી ચાલશે. જયારે સુરતથી વેરાવળ વચ્ચેની આ ખાસ ટ્રેન 29 જાન્યુ. સુધી દોડશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
તા.12 ડિસે. થી 30 જાન્યુ. દરમિયાન વેરાવળ-સુરતની સપ્તાહિક ટ્રેન શરૂ થશે

You Might Also Like
Follow US
Find US on Social Medias