શહેરનાં માર્ગ પર 2થી 5 ઇંચ ગટરનાં ઢાંકણા ઊંચા રખાયા
નવી બનેલી ગટરનાં કામમાં અનેક ક્ષતિઓ : રોડથી ઢાંકણાનું લેવલ ન જળવાતાં વાહન ચાલકો પરેશાન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં મુખ્ય માર્ગો પર ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે. રોડથી ઢાંકણાનું લેવલ ન જળવાતા વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યાં છે.નવી બનેલી ગટરનાં કામમાં અનેક ક્ષતીઓ જોવા મળી છે. અનેક જગ્યાએ રોડથી 2થી 5 ઇંચ સુધી ઢાંકણા ઉપર રાખી દેવામાં આવ્યાં છે.જેના કારણે ભૂગર્ભ ગટરનાં ઢાંકણા જોખમી બન્યાં છે. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. શહેરનાં મુખ્ય માર્ગો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં પણ ગટરનું કામ ચાલી રહ્યું છે. શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ માટે ભાગે પૂર્ણ થઇ રહ્યું છે. ભૂગર્ભ ગટરનાં કામને લઇ લોકોએ અનેક હાલાકી ભોગવી છે અને હજુ ભોગવવી પડશે. ભૂગર્ભ ગટરનાં કામ બાદ સમયસર રસ્તા રીપેર ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ ગટરની નવી સમસ્યાનો જન્મ થયો છે. જૂનાગઢનાં અક્ષર મંદિર થી ભુતનાથ ફાકટ સુધાનાં રોડ પર ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે.
કામ પૂર્ણ થયા બાદ લાંબો સમય રોડ ખોદેલી હાલતમાં પડ્યો રહ્યો હતો. તાજેતરમાં તેના ઉપર ડામર કરવામાં આવ્યો છે. પરંતુ આ કામમાં પણ લોટપાણીને લાકડા હોય તેવો ઘાટ થયો છે. રોડનાં કામનું લેવલ રહ્યું છે. ગટર ઉપર બનાવવામાં આવેલા કામ ચલાવ રોડ પણ ઉંચો નીચો છે.પરિણામે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહી રીપેરીંગ દરમિયાન ગટરનાં ઢાંકણાનું લેવલ યોગ્ય રહ્યું નથી. રોડ કરતા ભૂગર્ભ ગટરનાં ઢાંકણા ઉપર છે. ગટરનાં ઢાંકણા ઉંચા હોવાનાં કારણે વાહન તેમા અથડાઇ રહ્યાં છે. વાહન ચલાવવા મુશ્કેલ બન્યા છે. તેમજ રોડથી ઉપર રહેલા ઢાંકણા રાહદારીઓ માટે જોખમી બન્યાં છે. અનેક જગ્યાએ બે થી પાંચ ઇંચ સુધી ગટરનાં ઢાંકણા ઉપર છે. ભૂગર્ભ ગટરનાં કામમાં રહેલી ક્ષતીનાં કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


