ખાસ-ખબર સંવાદદાતા
એસટી બસમાં સલામત સવારીનાં વાક્યો ચોકકસ વાંચવા મળે પરંતુ ઘણી વખત બસમાં સલામતીને લઇ પ્રશ્ર્નો ઉભા થતા હોય છે. જૂનાગઢમાં કેટલીક બસની હાલત ખબુ જ ખરાબ થઇ ગઇ છે.છતા પણ આવી બસનો લોકલ રૂટ પર ચલાવવામાં આવે છે.જૂનાગઢ ડેપોની એક બસનાં પતરા નીકળી ગયા છે. છતા આ બસને દોડાવવામાં આવી રહી છે. બસ તેમા બેસેલા મુસાફરો માટે તો જોખમી બની છે. સાથે અન્ય રાહદારીનો માટે પણ જોખમી પુરવાર થઇ રહી છે. ત્યારે જૂનાગઢ ડેમમાં અતિ દયનિય સ્થિતીમાં દોડતી બસને તાત્કાલીક અસરથી બદલવાની માંગ કરાઇ છે. લોકો સલામાતી પૂર્વક મુસાફરી કરે તેવી બસ લોકલ રૂટ પર મુકવા માંગ કરાઇ છે.