રાત્રીના સમયે રોડની સાઈડમાં આવેલી ખુલ્લી ગટરમાં દુર્ઘટના સર્જાય તેવી ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
મૂળી પંથકમાં વિકાસની માત્ર વાતો થતી હોય તેવું દ્ર્શ્ય જોવા મળે છે. જ્યારે અહી વિકાસ હજુય સેંકડો કિલોમીટર ફાયર હોય તેમ નજરે પડે છે તેવામાં મૂળી તાલુકાના સરા ગામ તરફ જવાના રસ્તે રોડની સાઈડમાં બનાવેલ ખુલ્લી ગટર અકસ્માત સર્જે તેવી ભિતી સેવાઈ રહી છે. મૂળી તાલુકાના આંબરડી, કરશનગઢ, નાડધ્રી સહિત ગામોના રહીશો ખરીદી માટે સરા ગામે જાય છે અને આ રહીશોને ફરજિયાત સરા ગામ તરફ જવાનો એક માત્ર સિંગલ પટ્ટી રોડ પસંદ કરવો પડે છે પરંતુ અહી રોડની સાઈડમાં ખુલ્લી ગટર રાહદારીઓ માટે જોખમી છે જ્યારે રાત્રીના સમયે રોડની સાઈડમાં ગટર હોવાથી સામે આવતા મોટા વાહનને લીધે બાઈક ચાલકોને પોતાનું વાહન રોડની સાઈડમાં લેવું પડે છે તેવા સમયે ખુલ્લી ગટરમાં વારંવાર બાઈક સહિત રાહદારીઓ ખાબકે છે જીજે હજુસુધી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ બાબતે અનેક વખત તંત્રને રજુઆત કરવા છતાં ખુલ્લી ગટરો મામલે તંત્ર દ્વારા કોઈ કામગીરી નહિ કરતા તંત્ર પણ મોટી દુર્ઘટનાની રાહમાં બેઠું હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે.