વંથલી જુનાગઢ હાઈવે પર બાવળનું સામ્રાજ્ય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
અકસ્માત માટે કુખ્યાત બનેલ એવા વંથલી જુનાગઢ હાઈવે પર છેલ્લા ત્રણ વર્ષથી બાવળ ઉગીને રસ્તા પર પથરાઈ ગયા છે જેને લઇ વાહન ચાલકો માટે વાહન મુશ્કેલ બન્યું છે આ બાવળો રોડ લાઈન સફેદ પટ્ટાની બહાર ફેલાઈ ગયા છે જેને લઇ વાહન ચાલકોને ફરજિયાત રસ્તા વચ્ચે વાહન ચલાવવું પડે છે અને જેને લઇ અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાયા છે બાવળની સાથે આ રસ્તા પર રેઢિયાળ ઢોર અડીંગો જમાવી બેસી રહે છે એક તરફ સાંકડો રસ્તો અને બીજી તરફ બાવળ અને રખડતા ઢોરને લીધે અનેક નાના મોટા અકસ્માતો થયા છે અને વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ અંગે છેલ્લા ત્રણ વર્ષથી અનેકવાર રજૂઆત છતાં વિકાસના દાવા કરતા લોકો એક બાવળ રસ્તા પરથી કપાવી શકતા નથી જેને લઇ નપાણીયા તંત્ર સામે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
- Advertisement -
આ હાઈવે પર માતેલા સાંઢની માફક દોડતા પેસેન્જર વાહનો પર લગામ જરૂરી
વંથલી જુનાગઢ હાઈવે પર કોયલી ફાટક થી લઈ મધુરમ સુધી દ્વિમાર્ગીય રસ્તો હોવાના લીધે અનેક વાર આ રસ્તા પર ગંભીર અકસ્માતો સર્જાય છે ખાસ કરીને રેતીના ડમ્પર, ટ્રેક્ટર, સીટી રાઇડ,ઇકો જેવા વાહનો બેફામ સ્પીડ થી આ રસ્તા પર બેફિકરાઈથી વાહનો ચલાવી રહ્યા છે જેને લઇ આ વાહનો પર લગામ રાખવા આ રસ્તા પર પોલીસ તેમજ આરટીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી આવા વાહન ચાલકો સામે પગલા લેવા લોકોએ જણાવ્યું હતું.