ખાસ-ખબર સંવાદદાતા
વંથલી જૂનાગઢ હાઇવે પર કોયલી ઓવરબ્રીજ પર ઘણા સમયથી પુલની રેલીંગ તૂટેલ હોય વાહન ચાલકો અકસ્માતના ભય હેઠળ પસાર થઈ રહ્યા છે આ ઓવરબ્રીજ નીચેથી રેલ્વે લાઇન પસાર થઈ રહી છે ભૂતકાળમાં આ પુલ પરથી વાહનો નીચે ખાબકવાના બનાવો બની ચુક્યા છે થોડા માસ અગાઉ આ પુલ પર રેલીંગનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું બીજી તરફ આ પુલથી વાડલા ફાટક સુધી ગાંડા બાવળની ડાળીઓ રોડ પર આવી ગઈ છે બાઇક ચાલકો જીવના જોખમે વાહન ચલાવી રહયા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી આ અંગે અનેકવાર રજુઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી એકતો આ રસ્તો સાંકડો અને ટ્રાફિકવાળો ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જાવાની શકયતા રહેલ છે ભૂતકાળમાં આ હાઇવે પર અનેક લોકોએ અકસ્માતમાં જીંદગી ગુમાવી છે પ્રજાના કહેવાતા પ્રતિનિધીઓ સાંસદ, ધારાસભ્યો તેમજ અધિકારીઓ પણ આ રસ્તા પરથી પસાર થાય છે પણ આ પ્રશ્ને તેઓનું મૌન લોકોને અકળાવી રહ્યું છે વિકાસના દાવા વચ્ચે પ્રજાના પ્રતિનીધીઓ આ સામાન્ય રેલીંગનું કામ કરાવી શકતા નથી આવા રાજકીય નેતાઓ અને અધિકારીઓ સામે લોકોમાં રોષ ફેલાયો છે કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં આ કામગીરી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.