વૈજ્ઞાનિકોએ સૌર તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રવિવાર સુધીમાં આ સૌર તોફાન પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. તેની અસરથી નેવિગેશન અને પાવર પ્લાન્ટને અસર થઈ શકે છે.
સૂર્ય તરફથી પૃથ્વી તરફ એક આફત ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બે દાયકામાં પ્રથમ વખત સૂર્યથી નીકળતું જીઓમેગ્નેટિક તોફાન (સૌર તોફાન) પૃથ્વી પર ત્રાટકવાનું છે. અમેરિકાની સાયન્ટિફિક એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)એ ચેતવણી જારી કરીને કહ્યું છે કે આનાથી સેટેલાઈટ્સ માટે પડકાર ઉભો થઈ શકે છે. આ સિવાય પાવર ગ્રીડ ફેલ થવા, કોમ્યુનિકેશન નેટવર્ક અને ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ માટે ખતરો છે.
- Advertisement -
અમેરિકન એજન્સીએ જણાવ્યું કે આ સૌર તોફાન અઠવાડિયાના અંતમાં પૃથ્વી સાથે ટકરાશે. 2005 પછી આ પહેલું સૌર તોફાન છે. આનાથી વિશ્વભરમાં બ્લેકઆઉટ, હાઈ ફ્રિકવન્સી રેડિયો વેવ્સનો ખતરો ઉભો થયો છે. અહેવાલો અનુસાર ટ્રાન્સ પોલર વિસ્તારોમાં ઉડતા વિમાનોને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમને રીરૂટ કરવામાં આવી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તાસ્માનિયાથી બ્રિટન સુધીના આકાશમાં ચમક જોવા મળશે.
First G4 (Severe) geomagnetic since 2005 has been issued.
The aurora tonight (5/10) /tomorrow morning (5/11) may become visible over much of the northern half of the country, & possibly as far south as Alabama to northern California. https://t.co/upPlNYuNev@NWSSWPC @NWS pic.twitter.com/JTHmXtRKOc
- Advertisement -
— NOAA (@NOAA) May 10, 2024
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ એક ગંભીર શ્રેણીનું (G4) જીઓમેગ્નેટિક તોફાન છે. આ પહેલા 2005માં જ્યારે હેલોવીન સોલાર સ્ટોર્મ આવ્યું ત્યારે સ્વીડનમાં અંધારપટ છવાઈ ગયો હતો. જયરે દક્ષિણ આફ્રિકામાં પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અસર થઈ હતી. વાસ્તવમાં, સૌર તોફાનના ટકરાવાને કારણે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારો જોવા મળે છે, જેની અસર પાવર પ્લાન્ટ અને નેવિગેશન સિસ્ટમને પર પડે છે. રિપોર્ટ અનુસાર, તાસ્માનિયા અને યુરોપના ઘણા વિસ્તારોમાં લોકોએ નરી આંખે પણ આ સોલાર સ્ટોર્મની ઝલક જોઈ છે.
તમને જણાવી દઈએ કે સૌર તોફાન કોરોનલ માસ ઇન્જેક્શનના કારણે બને છે જે સૂર્ય પર બનતી વિસ્ફોટક ઘટનાઓ છે. જ્યાં સૂર્યમાંથી આવતો પ્રકાશ માત્ર 8 મિનિટમાં પૃથ્વી પર પહોંચી જાય છે. જ્યારે CME તરંગો 800 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે.
5/10 update: The 1st of several CMEs reached Earth @ 12:37 pm EDT on 5/10. The CME was very strong & SWPC quickly issued a series of geomagnetic storm warnings. SWPC observed G4 conditions @ 1:39 pm EDT (G3 a@ 1:08 pm EDT).
Follow @NWSSWPC for the latest. https://t.co/Kph3gpzWOa
— NOAA (@NOAA) May 10, 2024
શું છે પડકાર
વૈજ્ઞાનિકોના મતે સોલાર સ્ટોર્મના કારણે મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થાય છે જેના કારણે પાવર લાઈનમાં વધારાનો કરંટ આવી શકે છે અને અંધારપટનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત લાંબી પાઈપલાઈનોમાં પણ વીજળી વહી શકે છે જેના કારણે મશીનો ખરાબ થવાનો ભય રહે છે. આ સિવાય અવકાશયાન પોતાનો રસ્તો ભૂલી શકે છે. નાસાએ તેના અવકાશયાત્રીઓની સુરક્ષા માટે એક ટીમ બનાવી છે.
કબૂતરોના બાયોલોજિકલ હોકાયંત્ર પણ આ સૌર વાવાઝોડાને કારણે છેતરાઈ શકે છે. જણાવી દઈએ કે કબૂતર એવા પક્ષીઓ છે જેની દિશાની સમજ ખૂબ જ મજબૂત હોય છે. નાસાના અભ્યાસ મુજબ, સૌર તોફાન દરમિયાન કબૂતરોની સંખ્યા ઘટી જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકોએ અગાઉથી લાઇટની વ્યવસ્થા કરી લેવી જોઈએ.