નવનિર્મિત ભવાની ધામની મુલાકાતે સુરાપુરા ધામ ભોળાદના દાનબા બાપુ પધાર્યા હતા. આ પ્રસંગે ભવાની ધામ ખાતે તેમનું લાલ ઝાઝમ પાથરી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાપુએ નવનિર્મિત ભવાની ધામ પરિસરની મુલાકાત સમયે વાયુવેગી મંદિર નિર્માણ કાર્યનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
આ તકે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ કાનબા ગોહિલ, વજુભાઈ વાળા, રયાભાઈ રાઠોડ, વજુભાઈ મુખી, માવજીભાઈ ડોડીયા, ગોહિલ સાહેબ, અભયસિંહ ચૌહાણ, મહેશભાઈ, અજીતભાઈ, ભરતસિંહ, ઘનશ્યામસિંહ અને સાથે પધારેલા કમલેશભાઈ બરવાળા સહિત વિવિધ આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અનિરુદ્ધસિંહ પઢિયાર અને તેજસભાઈ ભટ્ટીના માર્ગદર્શન હેઠળં ભવાની ધામ સંકુલની વસ્તડી ખાતેના યુવાનોની ટીમે બે જ દિવસમાં કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી. સૌ ધર્મ પ્રેમી સમાજે આગેવાનોનો આભાર વ્યકત કર્યો હતો.