ખેડૂતોના કપાસ – મગફળી જેવા પાક નષ્ટ થવાની ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદને લીધે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ થાય છે. વહેલી સવારે ઠંડી, બપોરના સમયે અસહ્ય ગરમી અને સાંજે સાંજે વરસાદી વાતાવરણ નજરે પડે છે ત્યારે બે દિવસથી શરૂ થયેલા વરસાદને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ કપાસ તથા મગફળી જેવા પાકોને કમોસમી વરસાદને લીધે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને ઝાલાવાડમાં કપાસનું સૌથી વધુ વાવેતર હોવાથી માવઠારૂપી વરસાદને લીધે ખેતરમાં ઊગી નીકળેલા કપાસ પર વરસાદી પાણી પડવાથી કપાસની ક્લોલિટીમાં ફેરફાર જોવા મળે છે જેથી ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલા પાકમાં નુકશાન થાય છે જેને લઇ દિવાળીના પર્વ બાદ શરૂ થયેલ કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે.



