ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લના વિસાવદર તાલુકામાં હાલ ચોમાસાની ઋતુમાં ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ સાથે મગફળી સહીતનું વાવેતર ખુબ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે ખેડૂતોએ મહા મેહનત અને લાખનો ખર્ચ કરી મગફળીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થશે તેવી આશા રાખીને બેઠો છે.
વિસાવદર તાલુકો જંગલ બોર્ડર નજીક આવેલો છે ત્યારે હાલ વરસાદ પણ સારો થયો અને ખેડૂતોએ મગફળી પાકનું વાવેતર ખુબ મોટા પ્રમાણમાં કર્યું છે. એવા સમયે જંગલી પશુ, ભૂંડ નીલગાય રોજડા નો ત્રાસ વધ્યો છે ઉભા પાકને ભારે નુકશાની પોહચી રહી છે જયારે ખેડૂતોને નુકશાન થતું હોઈ જે બાબતે વિસાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુ હપાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, જંગલ વિસ્તાર માંથી જંગલી ભૂંડ નીલગાય સહીતના વન્ય પશુઓ ખેતરમાં આવી ચડે છે અને ખેતી પાકને વ્યાપક નુકશાન થાય છે ત્યારે વન વિભાગને પણ રજૂઆત કરી જંગલી પશુને દૂર ખસેડી ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માંગણી કરી છે.