છેલ્લા પાંચેક વર્ષથી ગોકળગાય ગતિથી ઓવરબ્રિજના કામગીરી ચાલું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
- Advertisement -
થાનગઢ ખાતે છેલ્લા પાચ વર્ષથી ઓવરબ્રિજના કામગીરી ચાલુ છે જે હજુય પૂર્ણ થઈ નથી શહેરના મૂખ્ય પ્રવેશ માર્ગ ખાતે આ ઓવરબ્રિજ નિર્માણ પામે છે પરંતુ છેલ્લા પાચ વર્ષથી ઓવરબ્રિજ નિર્માણની કામગીરી ગોકળગાય ગતિની માફક ચાલતી હોવાથી સમગ્ર થાનગઢ પંથકના તમામ રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. થાનગઢ મુખ્યત્વે સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે ત્યારે ઓવરબ્રિજના કગિરી ધીમીગતિએ ચાલતી હોવાથી સિરામિક ઉદ્યોગને પણ મોટું નુકશાન વેઠવું પડ્યું છે.
ત્યારે હાલમાં રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદ સમયે થાનગઢ ખાતે ઓવરબ્રિજના નિર્માણ કામગીરીને લઈને સિરામિક ઉધોગમાં પાણી ભરવાનો પ્રશ્ર્ન ઉદભવ થયો હતો જેના લીધે સિરામિક ઉધોગનમાં લાખોનું નુકશાન થયું હતું ત્યારે વર્ષોથી ચાલતા ગોકળગાય ગતિની માફક ઓવરબ્રિજ નિર્માણના કામને ત્તવરિં પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.