ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વિદ્યાધામ હોય, ત્યારે અહીં કેમ્પસની અંદર આવેલ ધનવંતરિ ઔષધીય ઉદ્યાનમાં દારૂની ખાલી બોટલો મળવી એ ખૂબ ગંભીર પ્રશ્ર્ન છે ત્યારે અહીં પ્રબળ શંકા ઉપજે છે કે રાત્રે આ જગ્યા પર નશીલા પદાર્થોના સેવનની મહેફીલ થતી હશે. આ અગાઉ પણ આશરે 9 મહીના પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોયલેટમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જેની સીવાયએસએસને જાણ થતાં તેમના દ્વારા યુનિવર્સિટીમાં રજૂઆત કરી ત્યારે સાફસફાઈ કરવામાં આવેલ પરંતુ બીજીવાર આવી ઘટના થવી, એ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી સત્તાધીશોની ઢીલી નીતિ દર્શાવે છે.
આથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ- સીવાયએસએસ દ્વારા માંગ કરવામાં આવી કે આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે, કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા યુનિવર્સિટીની નજીકના હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓને આવા નશો કરવા પ્રોત્સાહિત ન કરે તે માટે જાગૃતિ અભિયાન ભવનો તેમજ કોલેજમાં કરવા જોઈએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની જોવા મળેલી બોટલો અંગે તપાસ કરવા CYSSની માંગ
