ડ્રમ મશીનમાં સ્પાર્ક થયા બાદ ભભૂકી ભીષણ આગ: એક શ્રમિકની હાલત ગંભીર, ત્રણને બચાવ લીધા
પાંચ ફાયર ફાયટરની મદદથી દોઢ કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવાયો: લોકોના ટોળા ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અગ્નિકાંડ પછી તંત્રની અણ આવડત અથવા લાપરવાહીને લીધે આગની ઘટનાઓ બન રહી છે ગત મોડી રાત્રે દીવાનપરામાં છઠ્ઠા માળે બનાવેલા ડોમમાં દાગીના ઘડામણ કરતી વખતે બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઊઠી હતી જેમાં એક બંગાળી કારીગરનું મોત નીપજ્યું છે જ્યારે એક બંગાળી કારીગર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ડ્રમ મશીનમાં સ્પાર્ક થતા ગેસ સિલિન્ડર બાજુમાં જ હોય આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે આ અંગે આજે એફએસએલ ટીમ સ્થળ મુલાકાત લઈ સેમ્પલ મેળવી વધુ તપાસ કરશે કરુણતા એ છે કે ભોગ બનનાર કર્મચારી હજુ ત્રણ દિવસ પૂર્વે જ વતનથી કામે આવ્યો હતો.
સુત્રોમાંથી પ્રાગટ વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રે દીવાનપરા શેરી નંબર 10માં આવેલ શ્રી હરી કોમ્પ્લેક્સ નામના બિલ્ડીંગમાં છઠ્ઠા માળે અચાનક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઊઠી હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ તથા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી વી બોરીસાગર, એસીપી જાધવ સહિતની ટીમ દોડી ગઈ હતી બનાવની જાણ થતા 108નો સ્ટાફ પણ દોડી ગયો હતો અને ગંભીર રીતે દાઝેલા બે લોકોને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
અહીં મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ત્રણ દિવસ પૂર્વે જ રાજકોટ મજૂરી અર્થે આવેલ પલાસ પ્રદ્યુત નિયોગી ઉ.48ને તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો જયારે ગંભીર રીતે દાઝી ગયેલ મૈસુદ આયનલ મિત ઉ. 29ને દાખલ કરવામાં આવ્યો હતો આગની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી બેડીપરાની 2, મુખ્ય ફાયર સ્ટેશન, કાલાવડ રોડ સહીત 5 ફાયર ફાયટરની ટીમોએ અંદાજે દોઢેક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.મૃતક પલાસ પહેલા પણ અઢી વર્ષ સુધી રાજકોટમાં કામ કરી ચૂક્યો છે.
જોકે થોડા મહિનાથી તે પોતાના વતન ગયો હતો અને ત્રણ દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો.
- Advertisement -
ફાયર NOC નથી, એપ્લાય કરેલું છે: શ્રીહરી કોમ્પ્લેક્ષના માલિક દિવ્યેશ પાટડિયા
સોની બજારમાં શ્રીહરી કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટનાની મામલે વધુ વિગત મેળવવા ‘ખાસ-ખબર’ દ્વારા શ્રીહરી કોમ્પ્લેક્ષના માલિક દિવ્યેશ પાટડીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે દિવ્યેશ પાટડીયાએ જણાવ્યું હતું કે, આ કોમ્પ્લેક્ષનું ફાયર એનઓસી નથી, અમે એપ્લાઈ તો કરેલું જ છે. એનઓસી મેળવવા માટે અત્યારે લોડ છે એટલે ત્રણ મહિના પછી ટર્ન આવે તેમ છે. હજુ ત્રણ મહિના પહેલા જ અહીં કામકાજ કરવાનું શરૂ કર્યું હતું. અહી કોઈ ભઠ્ઠી આવેલી નથી. દિવાળી કામની સાફસફાઈ ચાલતી હતી ત્યારે ઉપરના માળે શોર્ટસર્કિટ થવાના કારણોસર આગ લાગી હોવાનું શ્રીહરી કોમ્પ્લેક્ષના માલિક દિવ્યેશ પાટડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
1 સિલિન્ડર બ્લાસ્ટ થયો, હતા ચાર
આ બિલ્ડિંગના છઠ્ઠા માળે ચાંદીકામ માટે કારીગર બ્રફિંગ કરતા હતા, તે બફ મશીનમાં આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે અગાસી પરનો ડોમ સંપૂર્ણ સળગી ગયો હતો તેમાં કઙૠના 4 સિલિન્ડર રાખ્યા હતા તે પૈકીનો 1 સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગએ વિકરાળ સ્વરૂપે ધારણ કરી લીધું હતું જયારે 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા આગ લાગી ત્યારે દુકાનમાં છ કારીગર કામ કરતા હતા.
મોતના માંચડા સમાન ડોમ હજુ કેટલાના ભોગ લેશે
અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર દ્વારા ઇમારતો ઉપર ગેરકાયદે ખડકી દેવાયેલા ડોમ ઉતારી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ કહેવત છે ને કે નવું નવું નવ દિવસ તેમ પ્રારંભે વેગવંતી થયેલી કામગીરી થોડો સમય ચાલ્યા બાદ અચાનક બ્રેક મારી દીધી હતી જેના પાપ સ્વરૂપે આ ડોમમાં આગ લાગી અને નિર્દોષનું મોત થયુ આવા હજુ અનેક ડોમ યથાવત છે જો તંત્ર લાલ આંખ નહિ કરે તો આવી અનેક આગજનીની ઘટના બનતા કોઈ અટકાવી શકશે નહીં.
- Advertisement -