યુક્રેનિયન હેકર જૂથ સાયલન્ટ ક્રો અને બેલારુસિયન હેકર કાર્યકર્તા જૂથ બેલારુસ સાયબર-પાર્ટિસન્સે સાયબર હુમલાની જવાબદારી સ્વીકારી છે.
રશિયાની સરકારી એરલાઈન્સ એરોફ્લોટ પર સાઈબર એટેક થયો હતો. એના કારણે અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. રશિયન સરકારના હેસ્તકની અન્ય કંપનીઓ પર પણ હેકિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે.
- Advertisement -
રશિયાની સરકારી કંપની એરોફ્લોટ પર સાઈબર હુમલો થતાં 100થી વધુ ફ્લાઈટ કેન્સલ થઈ હતી અને 300 થી વધુ ફ્લાઈટ્સ ડીલે કરવી પડી હતી. આ કારણે હજારો મુસાફરો અટવાઈ પડયા હતા. મોસ્કો સહિતના ઘણાં એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
આ સાઈબર એટેકની જવાબદારી યુક્રેન અને બેલારૂસના હેકિંગ ગુ્રપે લીધી હતી. યુક્રેનના હેકર્સે યુદ્ધના વિરોધમાં અને બેલારૂસના હેકર્સે પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેન્કોની રશિયા તરફેણ કરે છે એટલે હુમલો કર્યો હતો. હેકર્સે એવો દાવો કર્યો હતો કે એરોફ્લોટ કોર્પોરેશનનો ડેટા એક વર્ષથી એક્સેસ કરી રહ્યા છે અને હજારો કસ્ટમર્સ તેમ જ સ્ટાફનો ડેટા તેમની પાસે છે. ટેલિગ્રામ ચેનલના માધ્યમથી હેકર્સે આ દાવો કર્યો હતો.
રશિયન સરકારના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે આ રશિયન સરકારી કંપનીઓ માટે ચેતવણી છે. પબ્લિક સર્વિસના સેક્ટરની અન્ય કંપનીઓ પર પણ સાઈબર એટેકનું જોખમ છે. તેમણે કંપનીઓને વધારે સુરક્ષિત બનવાની ભલામણ કરી હતી. એરલાઈન્સે ફરીથી સિસ્ટમ રિસ્કોર થતી હોવાનું કહ્યું હતું અને ફ્લાઈટ્સની ઉડાન શક્ય એટલી ઝડપે શરૂ કરવાની ખાતરી મુસાફરોને આપી હતી.