-લોકો ભગવાન પાસે મન્નત રાખવા લાગ્યા
વરસાદ તથા હિમવર્ષા ઓછા હોવાના કારણોસર હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડમાં સફરજનના ઉત્પાદન પર સંકટ સર્જાયુ છે.નાસપતીનો પાક પણ પ્રભાવીત થઈ શકે છે. જાન્યુઆરીનું એક સપ્તાહ પસાર થઈ ગયુ હોવા છતા પર્યાપ્ત વરસાદ કે હિમવર્ષા થયા નથી. સફરજનને યોગ્ય ઠંડુ વાતાવરણ ન મળે તો સાઈઝ અને સ્વાદ બન્નેને અસર થઈ શકે છે.
- Advertisement -
જાણકારોનાં કહેવા પ્રમાણે હવે છેલ્લી તકે વરસાદ કે હિમવર્ષા ન થાય તો સફરજનના ઉત્પાદનમાં 20 થી 25 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ઉતરાખંડમાં ઉતરકાશી, ચમૌલી, નૈનિતાલ, બાગેશ્ર્વર, અલ્મોડા, ચંપાવત તથા દહેરાદુનમાં સફરજનનુ મોટુ ઉત્પાદન થાય છે.
માત્ર સફરજન જ નહિં નાસપતી સહીતના અન્ય ફળફળાદિના પર્યાપ્ત ઉત્પાદન સામે જોખમ છે.વરસાદ ન હોવાને કારણે જમીનમાં યોગ્ય ભેજ નથી. સફરજનને પાકવામાં 800 થી 1000 કલાકનો સીલીંગ પીરીયડ હોય છે. રાજયમાં 25000 થી વધુ હેકટરમાં સફરજનની ખેતી થાય છે.
ઉતરાખંડમાં જ 67000 ટન સફરજનનું ઉત્પાદન થતુ હોય છે જયારે હિમાચલમાં સફરજનને બારોબાર 5500 કરોડનો છે. રાજયમાં સફરજન માટેની ચીલીંગ પ્રક્રિયા જ શરૂ થઈ શકી નથી.જયારે સફરજનની ખેતી સાથે સંકળાયેલા લોકો ભગવાનના કારણે પહોંચીને વરસાદ-હિમવર્ષા માટે મન્નત કરવા લાગ્યા છે. રાજયમાં કમરૂનાગ તથા ઈન્દુનાગને વરસાદના દેવતા માનવામાં આવે છે. હવામાનમાં અસામાન્ય પલટા વખતે લોકો તેમની શરણમાં જાય છે.