ગ્રાહકને IFB વોશિંગ મશીન અને રાજકોટના સર્વિસ સ્ટેશનનો કડવો અનુભવ, અન્ય લોકોને આ કંપનીની ચીજવસ્તુઓ ખરીદતા પહેલાં ચેતવવા જણાવ્યું
વોરંટી ચાલું છતાં સ્થાનિક સર્વિસ સ્ટેશનની વોશિંગ મશીન રિપેરિંગમાં આનાકાની
- Advertisement -
નવા લીધેલા વોશિંગ મશીનના સ્પેર પાર્ટ્સ મળવાના બંધ થઈ જતા રિપેરિંગમાં તકલીફ, સર્વિસ સ્ટેશનમાંથી કોલ ઉપાડવાના બંધ કરી દેવાતા વોરંટી હોવા છતાં ગ્રાહકને ભારે હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઈલેટ્રિક આઈટમ ખરીદ્યા બાદ ગ્રાહકોને સારો-નરસો અનુભવ થતો રહે છે. ઘણી વખત ઈલેટ્રિક આઈટમમાં ખોટ સર્જાયા બાદ સર્વિસ પૂરી ન મળતા ગ્રાહકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે જેમાં ગ્રાહકે આઈએફબી કંપનીનું વોશિંગ મશીન લીધા બાદ તે વારંવાર બગડતા વોરંટીમાં હોવા છતાં રિપેરિંગ બાબતે કંપનીના સ્થાનિક સર્વિસ સ્ટેશને હાથ ઊંચા કરી દીધા હતા. આઈએફબી કંપનીના વોશિંગ મશીન અને સ્થાનિક સર્વિસ સ્ટેશનના કડવો અનુભવ કરનારા ગ્રાહકે અન્ય લોકોને પણ આ બાબતે ચેતવ્યા છે. બનાવની વિગત અનુસાર શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા આઈએફબી પોઈન્ટ (મુકેશ એજન્સી)માંથી ગ્રાહક જયશ્રીબેન શિવલાલ તન્નાએ 33000 રૂપિયાનું ફુલ્લિ ઓટોમેટિક ફ્રન્ટલોડ વોશિંગ મશીન ખરીદ્યું હતું. આઈએફબી કંપનીનું વોશિંગ મશીન ખરીદ્યા બાદ તે વારંવાર બગડવાનું શરૂ થઈ જતા ગ્રાહકે કંપનીમાં ફરિયાદ નોંધાવી હતી. દર વખતે ફરીયાદ નોંધાવતા કંપનીના સ્થાનિક સર્વિસ સેન્ટરમાંથી એન્જીનિયર તાત્કાલિક વોશિંગ મશીન રિપેર કરવા આવતા નહતા અને હવે છેલ્લે વોશિંગ મશીન બગડતા ગ્રાહકે તેને રિપેર કરવા માટે કંપનીમાં જાણ કરી તો સર્વિસ સેન્ટરના કર્મચારીઓએ ગ્રાહકના ફોન ઉઠાવવાના જ બંધ કરી દીધા અને તેમની ઓનલાઈન કમ્પ્લેઈન ટિકિટ પણ સોલ્વ કરી નાખે છે. આ અંગે ગ્રાહક છેલ્લા એકાદ મહિનાથી હેરાન થઈ રહ્યા છે તેમજ વોરંટી હોવા છતાં તેમનું વોશિંગ મશીન રિપેર કરવા સર્વિસ સ્ટેશન ધ્યાન આપતું નથી. આઈએફબી કંપનીના રાજકોટ-સૌરાષ્ટ્ર સર્વિસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ગ્રાહકે વાત કરી પોતાની આપવીતી વર્ણવી હતી છતા આ મામલે કશું હકારાત્મક પરિણામ આવ્યું નહતું. ગ્રાહકે હજુ વોશિંગ મશીન લીધાને ચારેક વર્ષ જેટલો સમય થયો છે ત્યાં જ તેના સ્પેરપાર્ટ્સ મળવાના બંધ થઈ જતા તેને રિપેર કરવામાં તકલિફ આવી રહી છે તો બીજી તરફ ગ્રાહકની વોરંટી ચાલું હોય છતાં છેલ્લા ચારેક વર્ષમાં વારંવાર મશીન બગળી જતા તે એકાદ વર્ષ બંધ પડ્યું રહ્યું અને હવે તો સ્થાનિક સર્વિસ સ્ટેશન દ્વારા ગ્રાહકના ફોન ઉપાડી રિપેરિંગ બાબતે હાથ ઊંચા કરી દેતા ગ્રાહકે ક્ધઝ્યુમર કોર્ટમાં દરવાજા ખખડાવવાનું નક્કી કર્યું છે.