એક સમયે BAPS સંચાલિત પ્રેમવતીનું જમવાનું શુદ્ધતાની ગેરંટી મનાતું હતું
ગ્રાહકોએ હોટેલ સંચાલકને બોલાવી રજૂઆત કરી: ફૂડ ક્વોલિટી સામે સવાલો ઊભા થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બહાર જમવા ગયા હોઈએ અને જમવાથી જીવાત નિકળે એ બાબત સામાન્ય થતી જાય છે ત્યારે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા બીએપીએસ મંદિર સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે મંગાવેલા પંજાબી શાકમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. એક સમયે પ્રેમવતી રેસ્ટોરન્ટનું જમવાનું શુદ્ધતાની ગેરંટી મનાતું હતું ત્યારે હવે તેના ભોજનમાંથી ઈયળ નીકળતા તેની શુદ્ધતા પણ સવાલ ઉઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ, હોટેલમાં ભોજન લેવા આવેલા ગ્રાહકોને પંજાબી શાક પીરસવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટપણે ઈયળો જોવા મળી હતી.
View this post on Instagram- Advertisement -
આ જોઈને ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક હોટેલ સંચાલકને બોલાવી ઉગ્ર રજૂઆત કરી હતી. શાકમાંથી ઈયળો નીકળવાના કારણે ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે હોટેલની ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.