ડીપફેક ટેકનિક એક ખતરાની માફક છે, અપમાનજનક અને વિનાશકારી પણ છે
ડીપફેક ટેકનિકનો શિકાર ભારતથી લઈને વિદેશની કેટલીય હસ્તીઓ થઈ ચુકી છે. આ ટેકનિક એક ખતરાની માફક છે. ખાસ કરીને મહિલાઓ માટે જેમની તસવીરો સાથે કંઈ પણ કરી શકાય છે. આ તકલીફને ઉજાગર કરવા માટે ન્યૂઝીલેન્ડના એક મહિલા સાંસદે સાહસી પગલું ઉઠાવ્યું છે. એક્ટ પાર્ટીના લોરા મેકક્લરે સંસદમાં પોતાની ન્યુડ તસવીરનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે, તેને ઓનલાઈન બનાવવામાં પાંચ મિનિટથી પણ ઓછો સમય લાગ્યો. બુધવારે તેમણે સદનને જણાવ્યું કે, આ તસવીર મારી ન્યુડ તસવીર છે, પણ આ અસલી નથી.
- Advertisement -
ડીપફેકના ખતરા પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે, પીડિતો માટે, આ અપમાનજનક અને વિનાશકારી છે. મને સંસદમાં ઊભા થઈને પોતાની તસવીર બતાવવામાં શરમ આવી રહી હતી, જ્યારે મને ખબર હતી કે આ હકીકતમાં હું નથી. સંસદમાં હાજર લોકો ત્યારે ચોંકી ગયા, જ્યારે મેકક્લરે બતાવ્યું કે, તેમણે કેટલી આસાનીથી ઘર પર પોતાની એઆઈ જનરેટેડ તસવીર બનાવી. પોતાના આ પગલા વિશે વાત કરતા મેકક્લરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે કહ્યું કે, સદનમાં સામાન્ય ચર્ચામાં, મેં સંસદના તમામ અન્ય સભ્યોનું ધ્યાન આના તરફ અપાવ્યું કે, આવું કરવું કેટલું સરળ છે અને તેનાથી કેટલો દુવ્ર્યવહાર અને નુકસાન થઈ રહ્યું છે, ખાસ કરીને આપણી યુવાન મહિલાઓ માટે.