બોલિવૂડના કેટલાય સ્ટાર ન્યૂટ્રિશનિસ્ટ રૂજૂતા દિવેકરની સલાહ પર પોતાના ખાન-પાન નક્કી કરતા હોય છે. રૂજૂતા દિવેકર સોશિયલ મીડિયા પર ફેન્સ માટે ડાઈટની જરૂરી ગાઈડલાઈન શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ તેણે દહી કિશમીશના ફાયદા બતાવતા તેને બનાવવાની અને ખાવાની યોગ્ય રીત જણાવી હતી.
મિડ મીલમાં કરો દહી કિશમીશનું સેવન
- Advertisement -
ઘણી વાર બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે ઘણો ગેપ થઈ જતો હોય છે. જેના કારણે ખૂબ જ ભૂખ લાગતી હોય છે. ત્યારે આવા સમયે લોકો મોટાભાગે બિસ્કિટ, ચિપ્સ જેવી વસ્તુઓ ઝાપટવા લાગતા હોય છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે, આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. જેનાથી મોટાપો અને અન્ય લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર્સનું કારણ બની શકે છે.
ડાયાબિટીશ માટે ફાયદાકારક છે દહી કિશમીશ
ડાયાબિટીશ અને પીસીઓડી જેવી લાઈફસ્ટાઈલ બિમારીઓથી છૂટકારો મેળવવું આસાન નથી. આ બંનેમાં પોતાની ડાયટ અને એક્સરસાઈઝનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. થાયરોઈડ, પીસીઓડી અને ડાયાબિટીશ જેવી બિમારીઓમાં પણ દહીં અને કિશમીશનું સેવન કરવામાં આવે છે.
- Advertisement -
ઘરમાં કેવી રીતે બનાવશે દહીં-કિશમીશ
ઘરમાં દહી-કિશમીશ બનાવવા આસાન છે. જો તમે કોલેજ અથવા ઓફિસ જતા હોવ અને હલ્કી ભૂખ લાગે તો આને સાથે રાખો. આવો જાણીએ તેને બનાવવાની રીત.
એક કટોરીમાં ગરમ ફૂલ ફૈટ દૂધ લો.
તેમાં 5-6 કાળી કિશમીશ નાખો, આપ ઈચ્છો તો લીલી કિશમીશ પણ લઈ શકો.
પછી તેમાં એક ટીપુ દહી નાખો, દૂધને સારી રીતે મિક્સ કરો.
આ મિશ્રણને 8-12 કલાક સુધી ઢાંકીને રાખો દો.
જ્યારે ટોપ લેયર એકદમ ઘટ્ટ લાગે ત્યારે તેનું સેવન કરો.
ઠંડીમાં પણ ખાઈ શકો છો દહીં
કેટલાય લોકો એવા હોય છે કે, ઠંડીની સિઝનમાં દહીંનું સેવન કરવાથી બચતા હોય છે. રૂજૂતાના જણાવ્યા અનુસારમાં ઠંડીમાં પણ દહીનું સેવન કરી શકાય છે. આ મૌસમમાં દહીનું સેવન કરતી વખતે બસ એક વાતનું ધ્યાન રાખવાનું કે, દહીં ઘરનું હોવુ જોઈએ. સારુ રહેશે કે,બજારમાં લાવેલા દહીંનો ઉપયોગ ન કરો.