સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની વાર્ષિક ઉત્કૃષ્ટ કામગીરીને વર્ષના અંતે પુરસ્કૃત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેરની સાધના વિધાલય ખાતે વાર્ષિક અભ્યાસની સાથે રમત ગમત અને અન્ય ક્ષેત્રે બાળકોની ઉત્કૃષ્ટ ગતિવિધિને પુરસ્કિત કરવા માટે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે જેમાં સ્કૂલના તમામ બાળકોને કોઈને કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ પોતાનું હુનર દર્શાવવા માટેની તક આપવામાં આવે છે. બાળકોને ભણતરની સાથે સાંસ્કૃતિક જ્ઞાન પણ મળી રહે તેવા હેતુથી સાધના સ્કૂલ દ્વારા વાર્ષિક યોજાતા કાર્યક્રમનું આ વર્ષે પણ આયોજન કરાતું હતું જેમાં રામ મંદિર, શિવાજી, મહારાણા પ્રતાપ સહિતની થીમ પર વિધાર્થીઓ દ્વારા સાસ્કૃતિક કાર્યક્રમો દર્શાવ્યા હતા આ સાથે વર્ષ દરમિયાન શિક્ષણની સાથે રમત ગમત, કરાટે સહિતની અન્ય પ્રવૃતિમાં પણ અવ્વલ આવેલા વિધાર્થીઓને સન્માનિત કરી એની બાળકોને પ્રેરણારૂપી નીવડે તે પ્રકારના સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સાધના સ્કૂલના સંચાલક દિલીપભાઈ મકાસણા, આર.સી.પટેલ, સ્કૂલના આચાર્ય અને શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.