માણાવદરનાં પ્રગતિશીલ ખેડૂતે નવી જાતના તરબૂચ અને ટેટીનું વાવેતર કર્યું
પ્રગતિશીલ ખેડૂતે 30 વીઘામાં ચાર જાતના
તરબૂચની ખેતી કરી
તરબૂચની સીઝનમાં વીઘે 1.5 લાખની આવક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ એક તરફ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બળબળતા તાપથી કાળા માથાનો માનવી પણ અકળાઈ ઉઠે છે ત્યારે ગરમીનો પારો ઉંચકતા લોકો ઠંડકનો સહારો લેતા હોઈ છે ત્યારે ઉનાળાની ઋતુમાં તરબૂચ તેમજ ટેટી સહીત ફૂટનું સેવન વધે છે. ત્યારે માણાવદરના પ્રગતીશીલ ખેડૂતે તરબૂચની નવી જાતનું સંશોધન કરીને પોતાના 30 વીઘાના ખેતરમાં લાલ, પીળા કલરના તરબૂચનું વાવેતર કરીને લાખો રૂપિયાની કમાણી કરીને અન્ય ખેડૂતોને નવો રાહ ચીંધે છે.
માણાવદરના પ્રગતિશીલ ખેડૂતે વિઘે 1.5 લાખની આવક આપતા નવી તરબૂચ અને ટેટી ની જાતનું વાવેતર કરવામાં આવ્યું છે.ત્યારે માણાવદરના વેળવા રોડ આવેલી 30 વીઘા જમીનમાં માણાવદરના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ મારડિયાએ ચાર જેટલી નવી તરબૂચની જાત અને ટેટીની જાતનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ નવીન જાતના તરબૂચ અને ટેટીનો સ્વાદ પણ અલગ હોવાનું જાણવા મળે છે. આ અંગે પ્રગતિશીલ ખેડૂતે હિતેશભાઈ મારડીયાએ જણાવ્યું હતું કે, તરબૂચમાં કિરણ, નવકિરણ, આરોહી, વિશાલા તરબૂચ અને મૃદુલા ટેટીના જાતનું છેલ્લા ચાર વર્ષથી વાવેતર કરવામાં આવે છે. જેમાં એક તરબૂચ જાતમાં ઉપરનો ભાગ લીલો અને અંદરનો ભાગ પીળો તેમજ બીજી જાતમાં ઉપરનો ભાગ પીળો અને અંદરનો ભાગ લીલો હોય છે જે સ્વાદમાં બીજા તરબૂચ કરતા બે ગણી મીઠાશ વધુ હોઈ છે. ઉપરાંત જે મુદુલા ટેટીની જાત છે તે દુનિયાની સૌથી મીઠી ટેટી હોવાનું પણ માનવામાં આવે છે. આ અંગે નો-યુ કંપનીના ગુજરાતના માર્કેટિંગ હેડ અલ્પેશ પટેલએ જણાવ્યું હતું કે, આ અમારી કંપની સિવાય બીજે ક્યાંય આ પ્રકારના જાતના બીજ મળતા નથી અને ખેડૂતો પણ આ નવીન જાતનું વાવેતર કરે તેના માટે કંપની દ્વારા વિવિધ પ્રકારની માહિતી પણ આપવામાં આવે છે. જેથી ખેડૂતો પણ પોતાની આવક સારી રીતે મેળવી શકે.
- Advertisement -
માણાવદરના ખેડૂતે 200 ખેડૂતોને માર્ગદર્શન આપ્યું
માણાવદરના પ્રગતિશીલ ખેડૂતો હિતેશભાઈ મારડિયાએ બીજા ખેડૂતો આવા પ્રકારના તરબૂચ અને ટેટીની નવીન જાતનું વાવેતર કરે તે માટે જુનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાના 200થી વધુ ખેડૂતોને પોતાની વાડીમાં બોલાવીને વિવિધ પ્રકારની તરબૂચની જાત અને ટેટી વિશે 200 જેટલા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે.