બધા ક્રિપ્ટો વોલેટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા
ચીની સરકારે ક્રિપ્ટોકરન્સી સંપત્તિ પર ભારે પ્રતિબંધ લાદ્યો છે. વેપાર અને ખાણકામ પ્રવૃત્તિઓ પર અગાઉના પ્રતિબંધો ઉપરાંત, ચીને હવે બિટકોઇન જેવી ડિજિટલ કરન્સીની ખાનગી માલિકીને સત્તાવાર રીતે ગેરકાયદેસર ઠેરવી છે.
- Advertisement -
ચીને ક્રિપ્ટો કરન્સીએ પુરી રીતે પ્રતિબંધ લાદી દીધો છે. ચીનમાં હવે ક્રિપ્ટો કરન્સી રાખવી, ક્રિપ્ટોથી લેવડ-દેવડ કરવી ગેરકાનુની જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બધા ક્રિપ્ટો વોલેટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
આ રીતે માત્ર કેટલાંક દિવસ પહેલા સુધીમાં દુનિયાનાં સૌથી વાઈબ્રન્ટ ક્રિપ્ટો માર્કેટ અચાનક ખતમ થઈ ગયુ છે. અને ક્રિપ્ટો પર બાન માટે ક્રાઈમ કન્ટ્રોલ અને આર્થિક સ્થિરતાનું કારણ બતાવ્યુ છે. જયારે ચીન દુનિયામાં બિટ કોઈનનુ બીજુ સૌથી મોટુ હોલ્ડર છે.
ક્રિપ્ટો બજારનાં જાણકારોનું કહેવુ છે કે, ડ્રેગન કયારેય સીધી ચાલ નથી ચાલતો તેના દરેક પગલા પાછળ કોઈ મતલબ હોય છે. પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાનાં હાલનાં આદેશ મુજબ ચીનમાં હવે કોઈપણ વ્યકિતએ ક્રિપ્ટો કરન્સી રાખવા દંડનીય અપરાધ છે.
- Advertisement -
ચીને ક્રિપ્ટો કરન્સીની માઈનીંગ પણ પણ બાન લગાવ્યો છે. ડ્રેગનની દલીલ છે કે ક્રિપ્ટો કરન્સીથી દેશની અર્થ વ્યવસ્થાને ખતરો થઈ શકે છે. આ ઉપરાંત તેનો અપરાધમાં ઉપયોગ થઈ રહ્યો છે.દેશના બધા લોકલ-ઈન્ટર નેશનલ ક્રિપ્ટો એકસચેંજ પર અગાઉથી જ બાન લાગેલો છે.
શુ છે આખરે અસલી ઉદેશ?
જાણકારોનું કહેવુ છે કે ચીને ક્રિપ્ટો કરન્સી પર બાન પોતાના સીબીડીસી એટલે કે ડિઝીટલ યુઆનને પ્રમોટ કરવાનાં ભાગરૂપે મુકયો છે.ચીન ઈરાન સહીત એ તમામ દેશો સાથે વ્યાપાર માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરતુ હતું. જેમની સાથે ડોલરમાં લેવડ-દેવડ પ્રતિબંધીત છે. ચીન હવે ડીઝીટલ યુઆનને પ્રમોટ કરવા માંગે છે.