બેન્ટક્રુડ 84 ડોલર પર; રશીયાએ પણ ઉત્પાદન ઘટાડવા જાહેરાત કરતાં ડબલ-ઈમ્પેકટ
ફરી એક વખત ક્રુડતેલ મોંઘુ થવાના દિવસો આવ્યા છે. અત્યારે આંતર રાષ્ટ્રીય સ્તરે મંદીની શકયતાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબીયા સહીત ઓપેક રાષ્ટ્રોએ ક્રુડતેલનાં ઉત્પાદનમાંફ કાપ મુકવાની જાહેરાત કરતા જ આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવ 6% વધીને 84 ડોલર પ્રતિ બેરલની સપાટીથી પણ આગળ ચાલ્યા ગયા છે હજુ આગામી મહિનેથી આ ક્રુડતેલ ઉત્પાદન ઘટાડાની આંતર રાષ્ટ્રીય બજાર પર અસર થતાં ભાવ વધુ ઉંચા જાય તેવી શકયતા નકારાતી નથી.
- Advertisement -
ગત ઓકટોબરમાં ઓપેક રાષ્ટ્રોએ ક્રુડતેલ ઉત્પાદન 20 બેરલ પ્રતિ દિન ઘટાડવાની જાહેરાત કર્યા બાદ વધુ 10 લાખ બેરલ ઉત્પાદન ઘટાડવાની જાહેરાત કરી છે; એક તરફ રશીયાએ પણ 5 લાખ બેરલ (દૈનિક) ઉત્પાદન ઘટાડવાની જાહેરાત કરી છે. તેથી ઓપેક રાષ્ટ્રોનાં ઉત્પાદન ઘટાડાની અસર વધુ હશે.
જોકે અમેરીકામાં ઉત્પાદન વધારીને બજારમાં બેલેન્સ કરવાની જાહેરાત કરી છે આ રીતે ક્રુડતેલનાં ભાવ ફરી 85 ડોલર પ્રતિ બેરલની અમારી પહોંચતા ફુગાવાને વેગ મળે તેવો અને તેના પરીણામે વ્યાજદર વધારાનો પણ ભય છે. મોટાભાગની કેન્દ્રીય બેન્ક્રો વ્યાજદરમાં પુરતો વધારો કરી મુકી છે.
પણ યુરોપ માટે પણ હવે ચિંતા વધી છે. મોંઘા ગેસ અને ક્રુડની આ દેણોનાં અર્થતંત્ર માટે પણ આકરા દિવસો છે.ખાસ કરીને ભારતીય બાસ્કેટનું બ્રેન્ટ ક્રુડ તથા 84.42 ડોલર પ્રતિ બેરલ છે. અને રશીયાએ પણ ઉત્પાદન કાપની જાહેરાત કરતાં ભારતને વધુ આંતર રાષ્ટ્રીય માર્કેટમાં જવુ પડશે અમેરીકા તેઓ કેટલી દરમ્યાનગીરી કરી શકાશે તે પણ પ્રશ્ન છે.
- Advertisement -