ખાસ-ખબર ન્યૂઝ અયોધ્યા, તા.11
સંસદ ભવન અને અયોધ્યા સ્થિત રામમંદિરને આતંકીઓથી સુરક્ષીત રાખનાર સીઆરપીએફનાં જાંબાજ જવાનોને ત્યાં ડયુટીમાંથી હટાવવામાં આવશે દેશનું સૌથી મોટુ કેન્દ્રીય અર્ધ સૈનિક દળ સીઆરપીએફમાં આ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.સંસદ ભવનની સુરક્ષા માટે પીડીજી (પાર્લામેન્ટ ડયુટી ગ્રુપ)ની રચના કરવામાં આવી હતી. હવે કહેવામાં આવી રહ્યું છે કે સંસદ ભવનની સુરક્ષાથી પીડીજીને હટાવીને સીઆઈએસએફને ત્યાંની સુરક્ષાની જવાબદારી આપવામાં આવી રહી છે. આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
- Advertisement -
બે મહિનામાં આ પ્રક્રિયા પુરી થઈ જવાની આશા છે. જયારે પીડીજીનું સીઆરપીએફનાં વીઆઈપી સિકયોરીટી વિંગમાં શિફટ કરવામાં આવશે. આ રીતે અયોધ્યા સ્થિત રામમંદિરની સુરક્ષામાં તૈનાત સીઆરપીએફ વિંગને પણ પરત બોલાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરની સુરક્ષાની કમાન, ઉતર પ્રદેશ, વિશેષ સુરક્ષા દળ, (યુપીએસએસએફ)ને સોંપી દેવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ સંસદ ભવનની પુખ્ત સુરક્ષા માટે પાર્લામેન્ટ ડયુટી ગ્રુપ (પીડીજી)ની રચના થઈ હતી. આ વિશેષ દળમાં લગભગ 1600 જવાનોને રાખવામાં આવ્યા હતા. પીડીજી જવાનોને એક ખાસ તાલીમમાંથી પસાર થવુ પડે છે. 13 ડીસેમ્બર 2001 માં સીઆરપીએફનાં બહાદુર જવાનોએ લોકશાહીનાં મંદિર સંસદ ભવનને પાકિસ્તાની આતંકીઓનાં હુમલાથી બચાવ્યુ હતું.હવે પીડીજી ટુકડીને બે બટાલીયનોમાં વિભાજીત કરીને તેને સીઆરપીએફની વીઆઈપી સુરક્ષામાં સામેલ કરવામાં આવશે.
વર્ષોથી સંસદ ભવનની સુરક્ષા કરી રહેલા પીડીજી જવાનોને હટાવવાનાં ઔચીત્ય નજરે નથી પડતુ. આતંકીઓ અને નકસલીઓનો ખાત્મો કરવા અને સુરક્ષાના અન્ય મોરચે પોતાનો દમ દેખાડનાર દળનાં અધિકારી અને જવાનો પીડીજીને હટાવવાનાં નિર્ણયથી ખુશ નથી.
હટાવાયેલા જવાનોની તૈનાતી VIPઓની સુરક્ષામાં થશે: આતંકીઓનાં ખાત્મામાં પોતાનો દમ દેખાડનાર જવાનો PDGને હટાવવાના નિર્ણયથી નાખુશ