– જ્ઞાનવાપી મસ્જિદની સંભાળ કરનાર અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટીએ મુસ્લિમ સમાજના લોકો માટે વિનંતી જાહેર કરી
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં આજે જુમાની નમાઝને લઇને અંજુમન મસાજિદ કમિટીએ પત્ર જાહેર કરીને નમાઝ પઢનારા માટે એક વિનંતી કરી છે. કમિટીએ ક્હયું કે જુમાની નમાઝ માટે લોકો મોટા પાયે જ્ઞાનવાપી મસ્જિદમાં આવી પહોંચ્યા. આ વિનંતીની ખાસ કોઇ અસર થઇ નથી. મોટી સંખ્યામાં લોકો નમાઝ પઢવા માટે જ્ઞાનવાપી પહોંચ્યા હતા. પરિસરની અંદર જગ્યાએ નહીં હોવોના કારણે હવે પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.પોલીસ-પ્રશાસન એલર્ટ એકશન મોડમાં છે.
- Advertisement -
મસાજિદ કમિટીની તરફથી અપીલ કરવામાં આવી હતી કે વજુખાના સીલ થવાના કારણે મોટા લોકો મસ્જિદમાં આવી શકશે નહીં, જેથી બધા પોતાના ઘરે જ જુમાની નમાઝ પઢી લે. જો કે, જુમાની નમાઝને લઇને પોલીસ પ્રશાસન પણ મોડમાં છે. જુમાની નમાઝ ચાલુ થવાથી પૂર્ણ થવા સુધી વ્યવસ્થા જાળવી રાખવાના આદેશ આપ્યા છે.
વજુસ્થળ અને શૌચાલય સીલ છે
સર્વ પછી જ્ઞાનવાપી મસ્જિદને વજુસ્થળ અને શૌચાલયને અદાલતના આદેશથી સીલ કરીને તેમના પર 9 તાળા લગાવાવમાં આવ્યા છે. વજૂસ્થળ અને શૌચાલયને સીલ કર્યો પછી આજે પહેલો જુમ્મો છે. જુમાની નમાઝ પઢવા માટે જ્ઞાનવાપી મસ્જિદમાં સામાન્ય દિવસોથી વધુ પ્રમાણમાં નમાઝીઓ આવી ગયા હતા. જેને લઇને જ્ઞાનવાપી મસ્જિદની સંભાળ કરનાર અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટીને સંયુક્ત સચિવ એસએમ યાસીનએ મુસ્લિમ સમાજના લોકો માટે વિનંતી જાહેર કરી છે.
- Advertisement -
જેમાં કહેવામાં આવ્યું છે કે, જ્ઞાનવાપી કેસ હજુ અદાલતમાં ચાલુ છે. વજૂખાના અને શૌચાલય સીલ થવાના કારણે નમાઝ માટે આવી રહેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. શુક્રવારના નમાઝીઓનો વધુ પ્રમાણમાં હોય છે. કારણકે જે તકલીફ જોવા મળશે જ. જેના કારણે અપીલ કરવામાં આવી હતી કે, મોટી સંખ્યામાં લોકો આજે જ્ઞાનવાપી મસ્જિદ ના આવે. દર વખતની જેમ આ વખતે જુમાની નમાઝ પોતાના મહોલ્લામાં જ પઢે. સાથએ એ પણ કહેવામાં આવ્યું કે, મસ્જિદમાં નમાઝ પઢવા માટે લોકો ઘરેથી જ વજૂ કરીને આવે. તેમજ કોઇ પ્રકારનું ભડકાઉં ભાષણ આપે નહીં.
જિલ્લા પ્રશાસનની તરફથી અને વજૂ કરવા માટે અહિંયા બે ડ્રમ અને 50 લોટાની વ્યવસ્થા કરવામાં આવી છે. ધર્મગુરૂઓની સાથેની બેઠકમાં જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ આ બાબતે જાણકારી આપી હતી.
Varanasi | Devotees gathered outside Gyanvapi mosque to offer Friday prayers
Earlier today, the masjid committee had appealed to the people to come to the mosque in small numbers due to the sealing of the 'Wazukhana' pic.twitter.com/2Z58tusOi1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 20, 2022