ડિફોલ્ટ અપડેટના કારણે જ માઈક્રોસોફટ વિન્ડોઝ ક્રેશ થયાનો ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
19 જુલાઈથી દુનિયાભરમાં માઈક્રોસોફટના વિન્ડોઝ વ્યવસ્થિત કામ નહોતું કરી રહ્યું હતું, આ કારણે અનેક સેકટર્સના સંચાલનમાં મુશ્કેલી આવી હતી. કલાઉડ આઉટેજ રિસ્ક પાર્ટનર પેરામેટ્રિકસે જણાવ્યું હતું કે ક્રાઉડ સ્ટ્રાઈકના કારણે દુનિયાની 500 ફોચ્ર્યુન કંપનીઓને 5.4 બિલિયન ડોલરનું નુકશાન થયું હતું.ખરેખર તો ક્રાઉડ સ્ટ્રાઈકના કારણે 500 ફોચ્ર્યુન કંપનીઓને 25 ટકા સુધીના વિધ્નોનો સામનો કરવો પડયો હતો.
- Advertisement -
સૌથી વધુ એરલાઈન્સ, હેલ્થકેર અને બેન્કીંગ ઈન્ડસ્ટ્રીના સંચાલનમાં મુશ્કેલી આવી હતી. જો ઈુસ્યોર્ડ લોસની વાત કરીએ તો તેનો અર્થ એ છે કે કંપનીઓને 10થી20 ટકા નાણાકીય નુકસાન થયું છે.ઉલ્લેખનીય છે કે, 19મી જુલાઈએ માઈક્રોસોફટનું સર્વર ઠપ્પ થઈ ગયું હતું. સર્વર બરાબર કામ ન કરી શકવાના કારણે એરલાઈન્સ, હોસ્પિટલ, ટીવી સ્ટેશન અને નાણાકીય બજારો પર તેની અસર પડી હતી. આઉટેજનું મુખ્ય કારણ ફાલ્કન સેન્સર પ્લેટફોર્મમાં એક ડિફોલ્ટ અપડેટ હતું. આ અપડેટના કારણે જ માઈક્રોસોફટ વિન્ડોઝ ક્રેશ થયા હતા.