પૂર પીડિતોને પાક વીમો ન મળ્યાની PILમાં HCએ સરકારને ખખડાવી
રાજ્યના ખેડૂતોને પ્રધાન મંત્રી પાક વીમા યોજનાના સાત કરોડ ચૂકવાયા નથી
નુકશાનીના આધારે ખેડૂતોની સંખ્યા અને વળતરની રકમ નક્કી કરવાની હોય છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
પાછલા કેટલાય વર્ષોથી જ્યારે જ્યારે પણ રાજ્યમાં અતિવૃષ્ટિનો સમય આવે છે અથવા તો એક સામટો ખૂબ વરસાદ પડે, માવઠાં પડે અને ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ જાય કે નાશ પામે ત્યારે તેમને પાક વીમાની રકમ ચૂકવવામાં સરકાર તરફથી કાયમ અખાડા કરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
- Advertisement -
આ જ કારણે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને તેમાં સરકારને જે સોગંદનામું કરવાનો આદેશ કરેલો તે વાંચીને હાઈકોર્ટ એટલી નારાજ થઈ કે સોગંદનામા સાથે કરેલો રિપોર્ટ જ ફગાવી દીધો હતો. રાજ્યના કૃષિ વિભાગના ડિરેક્ટરે ખેડૂતોને કેટલી વીમાની રકમ ચૂકવાઈ તેનો જે રિપોર્ટ રજૂ કર્યો હતો તે અંગે કોર્ટે ભારોભાર નારાજગી દર્શાવી હતી. કોર્ટે આ રિપોર્ટ ફગાવતા ખેડૂતોએ કરેલા સવાલોના ખુલાસા કરવા કૃષિ વિભાગને આદેશ કર્યો છે. અરજદારે એવી રજુઆત કરી હતી કે સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, આણંદ, અને બનાસકાંઠાના ખેડુતોને સાંબળ્યા વગર કમિટી બનાવીને રિપોર્ટ બનાવી દીધો છે. નુકશાનીના આધારે ખેડૂતોની સંખ્યા અને વળતરની રકમ નક્કી કરવાની હોય છે. પરતું કૃષિ વિભાગને તેમની ગણતરી કરી નથી. હાઇકોર્ટે આ રિપોર્ટ સ્વીકારવાનો ઇન્કાર કરીને ખેડૂતોને સાંભળીને બાકી રહેલા 7.48 કરોડ વળતર ચુકવવા મામલે જવાબ માગ્યો છે.