રાજ્ય સરકારે સર્વેની કામગીરી હાથ ધરી
રાજ્યમાં કમોસમી વરસાદને લઇને ખેડૂતોને ઉનાળુ પાકને નુકસાન પહોચ્યુ હોવાનું રાજ્ય સરકારને અહેવાલ મળ્યા હતા. રાજ્યમાં કૃષિ વિભાગને મળેલી માહિતી પ્રમાણે 16 જિલ્લામાં ખેડૂતોને પાકને નુકસાન થયુ હોવાની માહિતી સરકારને પ્રાપ્ત થઇ છે. કૃષિ વિભાગ દ્વારા 16 જિલ્લામાં પાક નુકસાની સર્વે માટે ટીમ બનાવામાં આવી છે. કૃષિ વિભાગની ટીમ દ્વારા નુકસાની સર્વે હાથ ધરવામાં આવ્યો છે. હજી પણ રાજ્યમાં ભારે પવન સાથે વસરાદ થવાની આગાહી છે. જો કે, સર્વે ટીમો દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ સોપ્યા બાદ એસડીઆરએફના ધારા ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયુ હોય તેવા ખેડૂતોને વળતર આપવા માટે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી.
- Advertisement -
રાજ્યના ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત પ્રમાણે રાજ્યમાં 16 જિલ્લામાં કમોસમી વરસાદને લીધે પાકને નુકસાન થયુ હોવાના એહવાલ રાજ્ય સરકારને પ્રાપ્ત થયા છે. જેમાં જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, અરવલ્લી, સુરત, બોટાદ, ડાંગ, વલસાડ, નવસારી અને ભરૂચમાં પાક નુકસાની સર્વેની કામગીરી ચાલી રહી છે. પાક સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ કલેકટર દ્વારા મહેસુલ વિભાગ અને કૃષિ વિભાગને રિપોર્ટ સોપવામાં આવશે. રિપોર્ટ આધારે જે ખેડૂતોને પાકને 33 ટકા નુકસાન થયુ હશે તેવા ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી પાક નુકસાની સહાય આપવામા આવશે. રાજ્ય સરકારના ડિઝાસ્ટર વિભાદને પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે 4 માર્ચ 2023 થી 9 માર્ચ 2023 સુધી 27 જિલ્લાના 107 તાલુકામાં કમોસમી વરસાદ નોધાયો હતા. બીજા તબક્કામાં 14 માર્ચ 2023 થી 24 માર્ચ 2023 સુધી 31 જિલ્લાના 171 તાલુકામાં કમોસમી વરસાદ થયો હતો. જેમાં 24 જિલ્લાના 70 તાલુકામાં 10 મીમીથી વધુ વરસાદ નોધાયો હતો. જો કે, અગામી સમયમાં પણ કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છે. ગઇ કાલે પણ ઉત્તર ગુજરાતના બનસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો.
પાક નુકસાન સહાયના ધારા ધોરણો
પાક નુકસાન અંગે રાજ્ય સરકાર એસડીઆરએફ દ્વારા નક્કી કરવામાં આવેલા ધારા ધોરણ પ્રમાણે સહાય આપવામાં આવે છે. રાજ્યમાં કમોસમી વરસાદમાં થયેલા નુકસાન બાબતે પણ એસડીઆરએફના ધારા ધોરણ પ્રમાણે સહાય આપવામાં આવશે. એસડીઆપએફના ધારા ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયુ હોય તો પ્રતિ હેક્ટર 6800 સહાય બે હેક્ટરની મર્યાંદામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત બાગાયત પાકને નુકસાન થયુ હોય તો પ્રતિ હેક્ટર 13500 રૂપિયા સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.