આર્થિક અને રાજકીય સહિતની કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં પર્યાવરણ સંબંધી સમસ્યાઓ એક નવો ઘટ્ટસ્ફોટ થયો છે. પાકિસ્તાનની કેબીનેટ સમક્ષ રજુ થયેલા એક રિપોર્ટમાં દેશમાં પર્યાવરણ અને આરોગ્ય સંબંધી મુશ્કેલીઓમાં પશ્ચિમી દેશોમાંથી પાકમાં જે મોટાપાયે ‘કચરો’ ઠાલવવામાં આવે છે તેના કારણે દેશની પ્રદુષણની સમસ્યા વકરી છે.
પાક કેબીનેટ સમક્ષના રીપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં દર વર્ષે 30 મિલીયન ટન કચરો સર્જાય છે તે ઉપરાંત દુનિયાભરમાં ખાસ કરીને અમેરિકા-સાઉદી અરબીયામાંથી દર વર્ષે 80000 ટકા ‘કચરો’ પાકમાં આયાત થાય છે. ખાસ કરીને પશ્ચિમ ના દેશોમાં કેનેડા, જર્મની, ઈટલી પણ પાકને તેના કચરાનું ડમ્પીંગ ગ્રાઉન્ડ બનાવી દીધું છે.
- Advertisement -
પાક સેનેટના મોટાભાગના સભ્યોને આ ખ્યાલ જ ન હતો અને એ પ્રશ્ર્ન પૂછાયો કે શા માટે કદી આ પ્રકારની આયાતને રોકવામાં આવતી નથી. અનેક સેન્ટરોમાં એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે આપણા દેશના શહેરો ગ્રામીણ ક્ષેત્રોમાં કચરાનો નિકાસ કરી શકતા નથી. મોટાભાગનો આ કચરો દરિયામાં ઠાલવી દેવામાં આવે છે અને તેમાં કેટલાક કચરાનું રીસાયકલીંગ કરી સસ્તા પ્લાસ્ટીકનું ઉત્પાદન થાય છે.