પાંચ વર્ષ અગાઉ હથિયાર સાથે ફોટો પડાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રહેતા રમેશ ઉર્ફે મુન્નો ટકલો સાગરભાઈ કણજરિયા દ્વારા અગાઉ પાંચેક વર્ષ પૂર્વે પોતાના સબંધી બુટાભાઈ ભાવુભાઈ કુમાદરા પાસે રહેલા પરવાના વાળા હથિયાર વડે ફોટા પડાવી પોતાના ફેસબુક આઇડી પર અપલોડ કર્યા હોય જે ફોટા વાયરલ થતા પોલીસના નજરે ચડયા હતા જેથી પોતે પરવાનો નહીં હોવા છતાં હથિયાર સાથે સોશિયલ મીડિયા પર સીન સપાટા નાખતા રમેશ ઉર્ફે મુન્નો ટકલો સાગરભાઈ કણજરીયાને ઝડપી લઈ પૂછપરછમાં પિતાના સંબંધીનું પરવાનો ધરાવતું હથિયાર હોવાનું જણાવતા સબંધી બુટાભાઈ ભાવુભાઈ કુમાદરા સહિત બંને વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



