ભૂમિ ક્ધસ્ટ્રક્શન કોન્ટ્રાકટર અને કાર ચાલક મૃતક સામે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે ગત તા: 1 ઓક્ટોબરના રોજ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મૂળી તાલુકાના સરા ધ્રાંગધ્રા રોડ પર આવેલા ચિત્રોડી ગામ નજીકની કાળા પાણી તરીકે ઓળખાતી નદીમાં દાધોળિયાના પરિવારની કાર ખાબકી હતી બનાવની વિગત અંગે જો વાત કરવામાં આવે તો ગત તારીખ 1 ઓક્ટોબરના રોજ દાધોળિયા ગામના ઝેઝરીયા પરિવાર કાર લઈને ધ્રાંગધ્રા ખાતે હોસ્પિટલ જતા હોય તેવા સમયે ચિત્રોડી ગામ નજીક આવેલી કાળા પાણીની નદી પર બનતા ઓવર બ્રીજમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે પરિવારની કાર દશ ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી આ દુર્ઘટનામાં ચાર સભ્યોના મોત નીપજ્યા હતા જ્યારે બે સભ્યોને ગંભીર ઇજા હોવાથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા આ ઘટના બાદ મૂળી પંથકના સામાજિક કાર્યકરો અને ખેડૂત આગેવાનો દ્વારા બ્રિજ નિર્માણ કરતા કોન્ટ્રાકરની બેદરકારી હોવાનો આક્ષેપ કરાયો હતો જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા કામ ચાલુ હોવા છતાં સૂચિત બોર્ડ રાખ્યું નહીં હોવાનું અને ડ્રાયવર્જનની બંને સાઇડ બેરિકેટ નહીં રાખ્યા હોવાનું જણાવ્યું હતું જેના લીધે આ દુર્ઘટના બની હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેથી કોન્ટ્રાક્ટ વિરુધ માનવ વધની ગુન્હો નોંધવાની માંગ કરી હતી જે બાદ ભૂમિ કંટ્રકશનના સંચાલક તથા કાર ચલાવનાર મૃતક ચોથાભાઈ બિજલભાઈ ઝેઝરીયા વિરુધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો. જોકે આ મુદ્દે ફરિયાદી તરીકે મૃતકના પરિવારને જ બનાવવામાં આવ્યા હતા પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી જેથી તંત્ર જ કોન્ટ્રાક્ટરની છાવરતા હોવાની આક્ષેપ કરવામાં આવ્યો છે.