રાજ્યભરમાં લૂંટ-ચોરીનો આતંક મચાવનાર પોલીસના સકંજામાં
રોકડ,ચાંદી-સોનાં સહિત 2.39 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો, ચોરી-લૂંટમાં વાપરતા ડિસમિસ, દાંતરડા અને ગિલ્લોલ સહિતના સાધનો જપ્ત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર સહિત રાજકોટ શહેર અને જિલ્લામાં લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, જેવા ગુનાને અંજામ આપી તરખાટ મચાવનાર ચડ્ડી-બનિયાનધારી ગેંગને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. પોલીસે ગેંગના 12 શખ્સોને ઝડપી પાડી સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાના 68 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે 2.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગેંગના ફરાર 10 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ચડ્ડી બનિયાનધારી ગેંગના ઈઈઝટ ફૂટેજ ચકાસી ગેંગના શખ્સોની મોડેસ ઓપરેન્ડીનો ઊંડાણપૂર્વક તાગ મેળવી ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગુજરાતમાં અગાઉ પકડાયેલ ચડ્ડી-બનિયાનધારી ગેંગના સભ્યોનો ઇ-ગુજકોપ એપ્લિકેશનમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ચડ્ડી-બનિયાનધારી ગેંગના તમામ સભ્યોને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આજે ગેંગના 12 શખ્સોને ઝડપી પાડી પોલીસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લૂંટ,ધાડ, ઘરફોડ ચોરીના કુલ 68 ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.
તમામ સાગરીતો પોતે કોઇ જગ્યાના ઈઈઝટ કેમેરામાં શરીરે પહેરેલ કપડાની ઓળખ ન થાય તેમજ કપડા ઝાડી-ઝાખરા-કાંટામાં કપડા ભરાય તો ફાટી ન જાય તેમજ ચોરી કરવાની એક અલગ એમ.ઓ. દેખાય તે હેતુથી કપડા કાઢી ચડ્ડી બનિયાન પહેરી શરીરે જે કપડા પહેરેલ તે કાઢી રૂમાલમાં બાંધી રૂમાલ કમરે બાંધી હાથ રૂમાલથી મોઢુ ઢાંકી, હાથમાં ત્રણ-ચાર પથ્થર તથા ડીસમીસ, ગણેશીયો, દાતરડુ, ગીલોર, ટોર્ચ બેટરી વગેરે હથિયાર લઇ એક લાઇનમાં વારા ફરતી ઘટનાસ્થળે ચોરી કરવા જતા હતા. મુખ્ય સાગરિત સૌથી આગળ ચાલી ઘટનાસ્થળની અંદર તમામ જગ્યાઓ જોયા બાદ બહાર ઉભેલ તમામ સાગરિતોને ઇશારો કરી બધાને ઘટનાસ્થળે અંદર બોલાવી ડીસમીશ, ગણેશીયાથી તાળા તોડી રોકડા રૂપીયા તથા દાગીનાની જે મળે તે વસ્તુઓ લઇ બનાવને અંજામ આપતા અને બનાવ બાદ લૂંટ, ધાડ, ચોરીમાં મળેલ મુદામાલનો સરખા ભાગે ભાગબટાઇ કરી પોતાના રહેણાંક ઝુંપડામાં સંતાડી દેતા અને તેઓના દૈનિક કામે લાગી જતા હતા.
- Advertisement -
સોનાં-ચાંદીના દાગીના અને દાંતરડા સહિતના હથિયારો જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1.31 લાખ રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના, 9 મોબાઈલ, ડિસમિસ, ગિલોલ સહીત કુલ 2.39 લાખનો મુદામાલ કબ્જે કરી ગેંગના ફરાર 10 શખ્સોને ઝડપી પાડવા તપાસ આદરી છે. પોલીસે પૂછપરછ કરતા તેમને રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં કુલ 68 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.
અવર-જવર ઓછી હોય ત્યાં ચોરી કરતા હતા
ગેંગના સાગરિતો શહેર વિસ્તારના બારોબાર આવેલ કારખાના, શાળા તેમજ રહેણાંક મકાનોને લૂંટ તેમજ ચોરી કરવા માટે ટાર્ગેટ કરતા હતા કારણ કે, બારોબાર વિસ્તારમાં ગુનાને અંજામ બનાવને આપી ભાગવામાં સરળતા રહે છે અને બારોબારના વિસ્તારમાં ઈઈઝટ કેમેરા કે લોકોની અવર-જવર ઓછી હોવાથી પોલીસ પકડથી પણ બચી શકાય. આવી જગ્યાઓ ખાતે લૂંટ ચોરી કરવાનું નકકી કરતા હતા. પહેલા દિવસ દરમિયાન ગેંગનો મુખ્ય સાગરિત અને તેનો એક માણસ સ્થળની રેકી કરતા હતા અને રેકી કર્યા બાદ રાત્રિના સમયે તમામ સાગરિતો બનાવ સ્થળથી એકાદ કિલોમીટર દુર અવાવરૂ જગ્યાએ એકઠા થતા હતા અને અન્ય સાગરિતોને ઘટના સ્થળથી વાકેફ કરતા હતા.