રૂ. 2.30 લાખના મુદ્દામાલ સાથે આઠ પરપ્રાંતિય શખ્સોની ધરપકડ, બે ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એલસીબી ટીમને સચોટ બાતમી મળી હતી કે, મોરબીનો ચેતન કિશોરભાઈ પલાણ અને મધ્યપ્રદેશના ભોપાલ બેરાગઢનો આશિષ વાસવાણી નામનો શખ્સ ચેતનના સીરામીક સિટીમાં આવેલા ફ્લેટમાં બહારથી માણસો બોલાવીને ક્રિકેટ, હોકી કે ફૂટબોલ જેવી કોઈપણ રમત ઉપર સટ્ટો રમાડે છે જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડીને ભારત શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિક્રેટ સીરીજ મેચમાં ઉંઞઙઈંઝઊછઊડઈઇં.ઈઘખ નામની ડોમીનમાં આરોપીઓની ઉં.ઙ.105 વાળી આઈડીમાં જુદાજુદા ગ્રાહકો સાથે ઓનલાઇન મોબાઇલ ફોનથી રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમાડતા સુધાંશુ જગદીશ મોહનલાલ નાથાણી (રહે. સીહોર, મધ્યપ્રદેશ), આકાશ દીલીપભાઇ રામચંદ્ર ગુનવાની (રહે. બુરહાનપુર, મધ્યપ્રદેશ), સાગર રમેશ અડવાણી (રહે. બુરહાનપુર, મધ્યપ્રદેશ), રોહીત પ્યારેલાલ મીણા (રહે. મીટુખેડી ગામ, તા. સાહમપુર જી. સીહોર, મધ્યપ્રદેશ), સંજય ગોપીલાલ લોઢી (મઝહગવા વોર્ડ નં-8, પોસ્ટ ડાંગ, તા. રીઠ્ઠી, જી. કટની, મધ્યપ્રદેશ), અશોક રૂપલાલ લોઢી (મઝહગવા, વોર્ડ નં-10, પોસ્ટ ડાંગ, તા. રીઠ્ઠી, જી.કટની, મધ્યપ્રદેશ), શેરૂસીંગ જયસીંગ સુર્યવંશી (રહે. કાકરખેડા, તા. ઇચ્છાવર, જી. સીહોર, મધ્યપ્રદેશ) અને નીતેશ લક્ષ્મણસીંગ સેન (રહે. ખજુરીયાકલા રામ મંદિરની બાજુમાં, તા. સાહમપુર, જી. સીહોર, મધ્યપ્રદેશ) ને રંગેહાથ ઝડપી લીધા હતા. આ દરોડામાં એલસીબી ટીમે પાંચ લેપટોપ (કિં.રૂ. 1.50 લાખ), એન્ડ્રોઇડ-એપલ મોબાઇલ નંગ-15 (કિં.રૂ. 75 હજાર) તથા રોકડા રૂપિયા 5200 મળી કુલ રૂપિયા 2,30,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત સીરામીક સિટીના જે ફ્લેટમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હતો તે ફ્લેટના માલિક એવા ચેતન કિશોરભાઇ પલાણ (રહે. મોરબી) અને આશીષ વાસવાણી (રહે. ભોપાલ બેરાગઢ, મધ્યપ્રદેશ) દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા એલસીબી ટીમે બંને આરોપીઓને ફરાર દર્શાવી કુલ દસેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.