રાજકોટના બે તસ્કરોને ઝડપી લઈ રિક્ષા કબજે કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટ સહિત રાજ્યભરમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા તેમજ ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બગોદરા પોલીસમાં નોંધાયેલ રિક્ષા ચોરીનો ભેદ ઉકેલી નાખી બે શખ્સોને ચોરાઉ રિક્ષા સાથે દબોચી લીધા છે. રાજકોટમાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે આજી ડેમ ચોકડી ભીમરાવનગરના ઢાળીયા પાસેથી માંડાડુંગરના અલ્તાફ યુનુસભાઈ સુમરા અને સંજય મગનભાઇ બાંભણીયાને શંકાસ્પદ રિક્ષા સાથે અટકાવી પૂછતાછ કરતાં ગલ્લા તલ્લાં કરવા લાગ્યા હતા અને ઇ ગુજકોપમાં ચેક કરતાં આ રિક્ષા ચોરી અંગે અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળતા તુરંત બંનેની ધરપકડ કરી દોઢ લાખની રિક્ષા કબજે કરી હતી પકડાયેલ બેલડી પૈકી સંજય અગાઉ રાજકોટ અને ગીરસોમનાથમાં ચાર ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.