આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે BJP તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે આ આરોપોની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ શનિવારે સતત બીજા દિવસે નોટિસ લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. આમ આદમી પાર્ટીના કન્વીનરે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP) તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ આરોપોની તપાસ કરવા દિલ્હી પોલીસ પહોંચી છે.
- Advertisement -
#WATCH | A team of Delhi Police Crime Branch officials arrive at the residence of CM Arvind Kejriwal in Delhi.
Yesterday, Police officials came here to serve notice in connection with Aam Aadmi Party's allegation against BJP "of trying to buy AAP MLAs". Delhi Police asked him… pic.twitter.com/qrBXaBnDzc
— ANI (@ANI) February 3, 2024
- Advertisement -
કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીમાં ઓપરેશન લોટસ 2.0 ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં AAPના 7 ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની લાલચ આપીને દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે આ આરોપોની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. જે બાદ આ કેસની તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી હતી.
#WATCH | ACP Crime Branch, Pankaj Arora arrives at the residence of Delhi CM Arvind Kejriwal.
Yesterday, Police officials came here to serve notice in connection with Aam Aadmi Party's allegation against BJP "of trying to buy AAP MLAs".
Delhi CMO Sources claim, "CM office is… pic.twitter.com/h8ABYhB466
— ANI (@ANI) February 3, 2024
પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી
દિલ્હી પોલીસ અરવિંદ કેજરીવાલને નોટિસ આપી ચૂકી છે. શુક્રવારે (2 ફેબ્રુઆરી) ક્રાઈમ બ્રાંચની ટીમ નોટિસ આપવા માટે સીએમ કેજરીવાલ અને મંત્રી આતિશીના ઘરે પણ ગઈ હતી. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. ભાજપે આમ આદમી પાર્ટીના આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા.
દિલ્હી પોલીસની નોટિસમાં કેજરીવાલને તેમના તરફથી લગાવવામાં આવેલા આરોપોના પુરાવા આપવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ મંત્રી આતિશીના ઘરે પણ ગઈ હતી, પરંતુ કેજરીવાલ કે આતિશી ત્યાં હાજર નહોતા. જેના કારણે પોલીસ કોઇપણ જાતની સૂચના આપ્યા વગર પરત ફરી હતી અને આજે ફરી સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી.