- 3,44,100 રોકડા રૂપિયા અને 1,86,500ના મોબાઈલ નંગ-3 સહિત કુલ 5,30,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે
પોલીસ કોન્સ્ટેબલ એભલભાઈ બરાલીયા, મહેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજા સહિતનાઓની મળેલી બાતમીના આધારે દરોડા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થઈ શકે તે માટે શહેર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગઈ છે. સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જુગાર ક્લબ પર મોટી કાર્યવાહી કરી છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. હુસૈની ચોકમાં નામચીન મહિલા રહેમત ઉર્ફે રમા વરલી ક્લબ ચલાવતી હોવાની પોલીસ કોન્સ્ટેબલ એભલભાઈ બરાલીયા, મહેશભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજા સહિતનાઓને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો.
- Advertisement -
ક્રાઈમ બ્રાન્ચે કુલ 40 જુગારીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બે ફરાર છે. આરોપીઓ પાસેથી 3,44,100 રોકડા રૂપિયા સાથે 1,86,500ના મોબાઈલ નંગ 3 સહિત કુલ 5,30,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે ‘ગ્રામ્ય પોલીસ દ્વારા ચૂંટણી જાહેર થયાના 18 દિવસોમાં 12,960 લોકો પર વિવિધ ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વાય.બી.જાડેજા, એલ.એલ.ચાવડા તથા પીએસઆઈ એ.એસ.ગરચર, એ.એસ.આઈ બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઈ વનાણી તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.