વેરાવળ નજીકના ડારી ટોલબૂથ પર શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવવાનો મામલો
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સોમનાથ નજીક આવેલ ડારી ટોલબૂથ પર મોડીરાત્રે 10 જેટલા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી. પોલીસે તાકીદે ટોલ બુથ હુમલો વીથ લૂંટ પ્રકરણમાં બીજ ગામના સરપંચના ડોક્ટર પુત્ર સહિત 11 શખ્સોને ઝડપી લીધા. ટોલ બુથને રૂપિયા ચાર લાખ જેટલું નુકસાન કરી નાસી ગયાના કલાકોમાંજ ક્રાઈમ બ્રાન્ચે બે મુખ્ય આરોપીની ધરપકડ કરી 10 જેટલા સક્ષોને ઝડપી લીધા છે. પોલીસે તાકીદે ટોલ બુથ હુમલો વીથ લૂંટ પ્રકરણમાં બીજ ગામના સરપંચના ડોક્ટર પુત્ર સહિત 10 થી વધુ શકશોને ઝડપી લીધા.
વેરાવળ નજીક આવેલ ડારી ટોલ બુથ પર બે માસ પહેલા બીજ ગામના સરપંચના પુત્ર ડોક્ટર અનિલ વાજા. તેમના મિત્રો સાથે કાર લઈને પસાર થતાં ટોલ કર્મીઓ સાથે માથાકૂટ થયેલી. જેનું મનમાં દુ:ખ રાખી ડોક્ટર અનિલ વાજા. તેમના મિત્ર વિપુલ. સહીત દસેક લોકોએ મોડી રાત્રે મોઢા પર બુકાનીઓ બાંધી બે બાઈક અને એક કાર માં સવાર થઈ હાથ મા ધોકા પાઈપ લાકડી ઓ સાથે ડારી ટોલ બુથ પર ભારે તોડફોડ મચાવી હતી. તેમજ કેસ કલેક્શનના રૂપિયા 8000 પણ તેઓ લૂંટી અને નાસી ગયા હતા ત્યારે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે કલાકોની ગણતરીમાંજ દરેક આરોપીઓને ઝડપી હુમલો, લૂટ અને ષડયંત્ર. જેવા ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.