પાનકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, જન્મના પ્રમાણપત્રમાં ચેડાં કરી આધાર એપમાં સબમિટ કરી કૌભાંડ આચર્યું
58 બોગસ ડોક્યુમેન્ટ ઝબ્બે, સૌરાષ્ટ્રભરના બોગસ આધારકાર્ડ બન્યાં હોવાનો ધડાકો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં બોગસ આધારકાર્ડ કૌભાંડ સામે આવતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે છ શખ્સોની ધરપકડ કરી મોટી કાર્યવાહી કરી છે. જેમાં પાનકાર્ડ, મેરેજ સર્ટીફિકેટ, જન્મના પ્રમાણપત્રમાં ચેડા કરી આધાર એપમાં સબમિટ કરી કૌભાંડ દોઢ માસથી ચાલતું હોવાનું સામે આવ્યું છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સિપુ મહેન્દ્ર બગરીયા, ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા રાજકોટ શહેરમાં બનાવટી ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા શખ્સોને પકડવા માટેની આપેલ જરૂરી સુચનાથી ક્રાઇમ પીઆઇ એમ.આર.ગોડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની રાહબરીમાં ગઇ તા.23 ના પીએસઆઇ એસ.વી.ચુડાસમા તથા તેમની ટીમને મળેલ ખાનગી બાતમી કે નિર્મલા કોનવેન્ટ રોડ ઉપર આવેલ કર્ણાટક બેન્ક પરના આધાર કેન્દ્ર ખાતેથી તથા રાજકોટ રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક જન સુવિધા કેન્દ્ર શિવમ ઇન્ફોટેક નામની ઓફીસ ખાતેથી ખોટા બનાવટી પાનકાર્ડ, મેરેજ સર્ટીફિકેટ, જન્મના પ્રમાણપત્ર તથા સરકારી ગેજેટ સાથે રવિ ખીમજી ધંધાણીયા (ઉ.વ.26, ઓપરેટર, રહે.રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે છોટુનગર રાજકોટ), હરેશ પ્રાગજી સાકરીયા (ધંધો- કમિશન એજન્ટ, ઉ.વ.44, રહે.ભાવનગર રોડ નવા થોરાળા રામ નગર સોસા. રાજકોટ) બીપીન ઉર્ફે વિશાલ પ્રવિણ ચોવટીયા (ઉ.વ.36, ધંધો- કમિશન એજન્ટ રહે. કોઠારીયા મે.રોડ વિવેકાનંદ નગર રાજકોટ), જુગેશ સાધુરામ બેશરા (ઉ.વ.32,ધંધો-કમિશન એજન્ટ,રહે.જામ્નગર રોડ બજરંગ વાડી સોસાયટી રાજકોટ), સાર્થક જ્યંતિ બોરડ (ઉ.વ.29 ધંધો-ક્ધટલ્સટીંગ કામ રહે.150 ફુટ રીંગ રોડ ગોર્વધન ચોક પાસે સ્કાય હાઇટસ રાજકોટ) અને ધનપાલ રમેશ બોરીચા (ઉ.વ.28, ધંધો- ક્ધટલ્સટીંગ કામ રહે.સાધુવાસવાણી રોડ ગોપાલ ચોક પાસે ભીડભંજન સોસાયટી રાજકોટ)ને પકડી પાડવામાં આવ્યા હતાં.
વધુમાં ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓ એકબીજા સાથે મળી આધાર કાર્ડ કઢાવવા આવતા ગ્રાહકો પાસેથી ઓરીઝનલ ડોક્યુમેન્ટ મેળવી સ્કેનર પ્રિટર મારફતે કોમ્પ્યુટરમા પેન્ટ નામના સોફ્ટવેર તથા આધાર મેજીક નામના સોફ્ટવેર તથા ગુગલ ક્રોમમા જરૂરી બેકગ્રાઉન્ડ રિમુવ કરી બનાવટી ખોટા ડોક્યુમેન્ટ બનાવી કલર પ્રિન્ટ કાઢી બનાવટી ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી ઓનલાઇન આધાર કાર્ડની સાઇટમા અપલોડ કરી આધાર કાર્ડ બનાવી આપતા હતા ઉપરાંત જણાવ્યું હતું કે હરેશ અને બીપીન બંને શહેરભરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં જઈ બોગસ જય બોગસ આધારકાર્ડ બનાવવા વાળા ગ્રાહકો શોધી લાવતા હતા અને રવિ તેમજ હરીશ નામના આરોપી બનાવટી ડોક્યુમેન્ટ કોમ્પ્યુટર માં તૈયાર કરી આધારકાર્ડ સાઈટ પર અપલોડ કરતા હતા તેઓએ હાલ સુધીમાં 58 જેટલા બોગસ આધારકાર્ડ બનાવ્યા હોવાના દસ્તાવેજો પોલીસને
મળ્યા છે.
- Advertisement -
300 રૂપિયાથી 700 રૂપિયા લઇ ત્રણ માસથી ચાલતું હતું કૌભાંડ
300 થી લઈ રૂપિયા 700 સુધીમાં આ કામગીરી કરતા હતા અને છેલ્લા ત્રણેક માસથી કૌભાંડ ચાલતું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે પોલીસે ભૂતકાળમાં આરોપીએ કેટલા લોકોના બોગસ આધારકાર્ડ બનાવ્યા છે તે અંગેની દિશામાં પણ તપાસનો ધમધમાટ આદર્યો છે.