મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભીમસર ચોકડી, ઉમા ટાઉનશિપ રોડ ઉપરથી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે ભીમસર ચોકડી, ઉમા ટાઉનશીપ રોડ ઉપરથી જાવલો ઉમરભાઇ મતવા (રહે. સીપાઇવાસ મસ્જીદની બાજુમાં, મોરબી) નામના શખ્સને દેશી હાથ બનાવટની લોખંડની મેગ્ઝીનવાળી પીસ્તોલ તથા એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.
મોરબીમાંથી પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Follow US
Find US on Social Medias