બીજા સંતાનરૂપે દીકરી અવતરતા ત્રાસ આપતા ફાંસો ખાઈ જીવ દીધો હતો
ભાવનગર રહેતા ભાઈએ પડધરી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પડધરીના ખાખડાબેલામાં દસ દિવસ પૂર્વે અરૂણાબા વિરેન્દ્રસિંહ જાડેજા ઉં.35 નામની પરિણિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવમાં મૃતકના ભાવનગરના તળાજા નજીક આવેલા જુના સાંગાણા ગામે રહેતા ભાઈ શિવભદ્રસિંહ સરવૈયાએ બહેનને મરવા મજબૂર કરવા અંગે પડધરી પોલીસ મથકમાં બનેવી સામે ફરિયાદ નોંધાવી છે બહેનને પુત્રીના જન્મ બાદ પતિ ત્રાસ આપતો, હોવાથી કંટાળીને બહેને આપઘાત કર્યો હોય વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
તળાજા પંથકના મૃતકના ભાઈ એવા ફરિયાદી શિવભદ્રસિંહ કિરીટસિંહ સરવૈયા ઉં.26એ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ખેતી કામ કરે છે 14 વર્ષ પહેલા તેમના બહેન અરૂણાબાના લગ્ન પડધરીના ખાખડાબેલા ગામે રહેતા વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા સાથે થયા હતા. અરુણાબાને 10 વર્ષ સુધી કોઈ સંતાન ન થતા પતિ અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. લગ્નના 10 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો. પરંતુ બાળક અધૂરા મહિને આવેલ હોવાથી મગજનો વિકાસ ઓછો હતો ત્યારબાદ અરુણાબાએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે આરોપી પતિને દીકરો જોતો હોય જેથી અરૂણાબાને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો આ ત્રાસ સહન ન થતા પોતાના ઘરે અરુણાબાએ ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. પડધરી પોલીસે શિવભદ્રસિંહ સરવૈયાની ફરિયાદ પરથી મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.