પ્રેમી સાથે વાત કરતાં પકડાઈ જતાં સીમકાર્ડ તોડી નાખી ગળા ટુંપો આપી દીધો
પ્રથમ હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યું, પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા ભાંડો ફૂટ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.28
વાંકાનેર તાલુકાનો ચોંકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે દિઘલીયા ગામે રહેતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ રવિરામભાઈ ગોંડલીયા, સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને હિરલ મહેશભાઈ ગોંડલીયા સામે આરોપીની 16 વર્ષીય દીકરી રીંકલની હત્યા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રીંકલ મહેશભાઈ ગોંડલીયા રાહુલ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય તે તેની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી જે અંગેની તેની માતાને ખબર પડી ગઈ હતી જેથી વાત ન કરવા સમજાવ્યું હતું તેમ છતાં તે સમજી ન હતી.જેથી કરીને રાત્રિના ત્રણ વાગ્યે રીંકલ પોતાના ઘરે સૂતી હતી ત્યારે તેના પિતા મહેશભાઈ ગોંડલીયાએ તેના પગ પકડી રાખ્યા હતા અને તેની બહેન હિરલ ગોંડલીયાએ તેના બંને હાથ પકડીને તેના પેટ ઉપર બેસી ગઈ હતી અને ત્યારબાદ માતા સુરેખાબેનને રીંકલના મોઢા ઉપર ઓશિકાથી મૂંગો દઈ દીધો હતો અને હાથેથી તથા દુપટ્ટા વડે ગળા ટૂંપો આપીને રીંકલની હત્યા કરી નાખી હતી
ત્યારબાદ ત્રણેય વ્યક્તિઓ ઘરમાં જાણે કશું થયું જ નથી તેમ સૂઈ ગયા હતા અને સવારે તેના ઘરમાંથી રડવાનો અવાજ આવતો હતો જેથી કરીને ફરિયાદી તેના ઘરે ગયા હતા અને ત્યાં જોયું તો રીંકલ મૃત હાલતમાં પડી હતી અને તેની માતા-પિતા અને બહેને રીંકલને હાર્ટ એટેક આવી ગયો છે તેવું જણાવ્યું હતું જોકે મૃતક રીંકલ ગોંડલીયાના ગળા ઉપર નિશાન જોવા મળતા પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલે લઈ જવામાં આવી હતી કહ્યું હતું કે, અમારાથી ભૂલ થઈ ગયેલ છે અને જણાવ્યું હતું કે તા. 25/3/24 ના રોજ રાત્રિના 12:30 વાગ્યે બધા ઘરમાં સુઈ ગયા હતા ત્યારે દીકરીને બામણબોર ગામે રહેતા રાહુલ મુકેશભાઈ કાપડિયાની સાથે ફોન ઉપર વાત કરતાં માતાએ પકડી લીધી હતી રીંકલને અવારનવારના પાડવા છતાં પણ તે તેની સાથે ફોન ઉપર વાત કરતી હોય સીમકાર્ડ કાઢીને ચાવીને તોડી નાખ્યું હતું અને કહ્યું હતું કે રીંકલ તારી સગાઈ થઈ ગયેલ છે
- Advertisement -
અને તને અગાઉ ના પાડેલ છે તેમ છતાં પણ તું રાહુલ સાથે ફોન ઉપર વાત કેમ કરે છે તારા અને રાહુલના પ્રેમ સંબંધના કારણે તારી બહેન હિરલની નણંદના રાહુલ સાથે છૂટાછેડા થઈ ગયા છે છતાં તું તેની સાથે પ્રેમ સંબંધ રાખે છે હવે તારી બેન હિરલનું પણ ઘર નહીં ચાલે તેમ કહી રીંકલને સમજાવતા હતા ત્યારે તેને કહ્યું હતું કે મને મારવી હોય તો મારી નાખો જેથી કરીને સુરેખાબેનને ગુસ્સો આવ્યો હતો અને ત્યારબાદ બધા સૂઈ ગયા હતા અને રાત્રે સુરેખાબેનને મહેશભાઈ ને કહ્યું હતું કે રીંકલને બહુ સમજાવી પણ તે સમજતી નથી અને જો તે કંઈ કરશે તો મોઢું દેખાડી શકશું નહીં અને હિરલનું ઘર પણ તૂટી જશે તેવી વાત કરી હતી અને રાત્રે 3 વાગ્યે રીંકલ જ્યારે સૂતી હતી ત્યારે તેને પકડી રાખીને ઓશીકાથી મુકો દઈને તેની હત્યા કરી નાખી હતી હાલમાં મૃતક સગીરાના કૌટુંબિક કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતક સગીરાની માતા, પિતા અને બહેનને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.