બળાત્કાર કેસમાં જામીન પર રોક લગાવવાનો ઇનકાર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
- Advertisement -
આઈપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગ્લોર (આરસીબી) ના ફાસ્ટ બોલર યશ દયાલને સગીર છોકરી પર બળાત્કારના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી.
ન્યાયાધીશ સુદેશ બંસલની કોર્ટે કહ્યું કે, પીડિતા સગીર છે, તેથી ધરપકડ અને પોલીસ કાર્યવાહી રોકી શકાતી નથી. હાઈકોર્ટે યશ દયાલની ધરપકડ રોકવાનો ઇનકાર કર્યો હતો.
કોર્ટે કેસ ડાયરી સમન્સ મોકલી છે અને આગામી સુનાવણી 22 ઓગસ્ટના રોજ નક્કી કરી છે. ક્રિકેટર યશ દયાલના વકીલ કુણાલ જયમાને જણાવ્યું હતું કે, ગાઝિયાબાદમાં એક છોકરીએ પણ અમારી સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો, જેના પર અલ્હાબાદ હાઈકોર્ટે સ્ટે લગાવી દીધો હતો. આના માત્ર સાત દિવસ પછી, બીજી છોકરીએ જયપુરમાં કેસ દાખલ કર્યો છે.
- Advertisement -
સાંગાનેર પોલીસ સ્ટેશનના અધિકારી અનિલે જણાવ્યું કે, જયપુરની છોકરી ક્રિકેટ રમતી વખતે યશ દયાલના સંપર્કમાં આવી હતી.આરોપ છે કે લગભગ બે વર્ષ પહેલાં જ્યારે તે સગીર હતી, ત્યારે યશે ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું વચન આપીને તેની સાથે બળાત્કાર કર્યો હતો.
જૈમનએ જણાવ્યું હતું કે, ઈંઙક -2025 મેચ દરમિયાન, યશ પર જયપુરની એક હોટલમાં એક છોકરીને બોલાવીને તેની સાથે બળાત્કાર કરવાનો પણ આરોપ છે.