દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)એ મોટો નિર્ણય લીધો છે. DDCA પંતને સારવાર માટે મુંબઈ લઈ જશે. તે જ સમયે, તેના લીગામેંટની ઇજાની સારવાર કરવામાં આવશે.
ભારતનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ગંભીર ઈજા થઈ હતી. હાલમાં તેની સારવાર દેહરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે, પરંતુ હવે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)એ મોટો નિર્ણય લીધો છે. DDCA પંતને સારવાર માટે મુંબઈ લઈ જશે. તે જ સમયે, તેના લીગામેંટની ઇજાની સારવાર કરવામાં આવશે.
- Advertisement -
વધુ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવશે
DDCAના ડાયરેક્ટર શયાન શર્માએ કહ્યું- ક્રિકેટર રિષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે. 30 ડિસેમ્બરે કાર અકસ્માત બાદ પંતની દેહરાદૂનની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. BCCIએ માહિતી આપી હતી કે પંતના માથામાં બે કટ છે. તેના જમણા ઘૂંટણમાં લીગામેંટ ફાટી ગયું છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઈજાઓ છે. તેમજ તેની પીઠ પર ઘર્ષણની ઈજા છે. પંતની હાલત અત્યારે ખતરાની બહાર છે, પરંતુ હવે બીસીસીઆઈએ તેની સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપને જોતા બીસીસીઆઈ પંતને જલદી ફિટ જોવા માંગે છે.
Cricketer Rishabh pant will be shifted to Mumbai today for further treatment: Shyam Sharma, Director DDCA to ANI (in file pic)
Rishabh Pant is currently undergoing treatment at a private hospital in Dehradun following a car accident on December 30th pic.twitter.com/d2TpTYlou8
- Advertisement -
— ANI (@ANI) January 4, 2023
પંત પર સતત મોનીટરીંગ ચાલુ છે
પંતના એમઆરઆઈ સ્કેન રિપોર્ટમાં કોઈ સમસ્યા નહોતી. દુર્ઘટના બાદ, BCCIએ DDCAને પંતના સતત સંપર્કમાં રહેવા અને તેની સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી હતી. DDCAના વડા શ્યામ શર્મા પોતે પંતને મળવા પહોંચ્યા હતા. આ સિવાય ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ પંતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.