BCCIના સુત્રને ટાંકીને આવેલા રિપોર્ટમાં સામે આવ્યું છે કે રિષભ પંતને બે અઠવાડિયામાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકાય છે. બે મહિનાની અંદર તેઓ રિહેબ પ્રોગ્રામ પણ શરૂ કરી શકે છે.
કાર દુર્ઘટનામાં રિષભ પંતના ગોઠણના ત્રણ મહત્વના લિગામેન્ટ તુટી ગયા હતા. જેમાંથી બેની સર્જરી થઇ ગઇ છે, જ્યારે ત્રીજા લિગામેન્ટની સર્જરી અંગે કહેવામાં આવતુ હતુ કે આ આશરે 6 અઠવાડિયા બાદ થશે. જો કે, તાજા હેલ્થ અપડેટમાં સામે આવ્યું છે કે રિષભને આ ત્રીજા તુટેલા લિગામેન્ટની સર્જરીની જરૂર નહીં પડે, આ લિગામેન્ટ આપોઆપ જોડાઈ શકે છે. જો આવુ થાય છે તો તેઓ તરત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ શકે છે અને પાછા આવવાની તૈયારી શરૂ કરી શકે છે.
- Advertisement -
આશા છે કે હવે સર્જરીની જરૂર નહીં પડે: ડૉક્ટર
TOIના એક રિપોર્ટમાં BCCIના સુત્રને ટાંકીને લખવામાં આવ્યું છે, રિષભના ઘૂંટણના લિગામેન્ટ તુટ્યા હતા. ડૉક્ટરનુ કહેવુ છે કે મીડિયલ કોલેટરલ લિગામેન્ટની સર્જરી ખૂબ જરૂરી હતી. હવે પોસ્ટેરિયર ક્રુસિએટ લિગામેન્ટની સ્થિતિનુ અવલોકન બે અઠવાડિયામાં કરવામાં આવશે. આશા છે કે હવે સર્જરીની જરૂર નહીં પડે. લિગામેન્ટ સામાન્ય રીતે ચારથી છ અઠવાડિયામાં આપોઆપ સારા થાય છે. ત્યારબાદ પંત પોતાનો રિહેબ અને સ્ટ્રેંથનિંગ પ્રોગ્રામ શરૂ કરી શકે છે.
‘મેદાનમાં વાપસી માટે 4 થી 6 મહિના લાગી શકે છે’
- Advertisement -
સૂત્રએ જણાવ્યું કે રિષભ પંતને બે અઠવાડિયાની અંદર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકાય છે. ત્યારબાદ BCCI તેનો રિહેબ ચાર્ટ તૈયાર કરશે. સૂત્રએ કહ્યું છે, તે ક્યા સુધી મેદાનમાં વાપસી કરી શકશે, જેનુ અનુમાન 2 મહિના બાદ આવી જશે. પંત જાણે છે કે આ સરળ રસ્તો નથી. તેમણે કાઉન્સિંલિંગ સેશનથી પણ પસાર થવુ પડશે. એવામાં મેદાનમાં વાપસી માટે તેમને 4 થી 6 મહિના લાગી શકે છે.