આહિર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ, 2021
મુરલીધર અભિમન્યુ ઇલેવન ચોથીવાર ચેમ્પિયન બની
ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષે પરાપીપળીયા ગામના આકર્ષક અને લોનેબલ ગ્રાઉન્ડ ઉપર આહીર સમાજની 32 ટીમો વચ્ચે ક્રિકેટ જંગ જામ્યો હતો. જેમાં આહિર સમાજના અગ્રણીઓએ સહકાર સાથે હાજરી પણ આપી હતી. મેયર, સાથે આહિર સમાજના જુદા જુદા મંડળો, બિલ્ડર લોબી, શાળા કોલેજના ટ્રસ્ટીઓ શુભેચ્છા પણ પાઠવી હતી.
- Advertisement -
કેપ્ટન વરુણ ડાંગર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા
આ ટુર્નામેન્ટમાં ધરખમ 32 ટીમો વચ્ચેના ક્રિકેટ જંગમાં રાજકોટની સક્ષમ અને નામાંકિત ટીમ મુરલીધર અભિમન્યુ ઇલેવન કે જે વરુણભાઈ ડાંગરની કેપ્ટનશીપ અને બહોળા અનુભવથી ફરીવાર આ વર્ષે 2021નું ટાઇટલ મેળવી અને ચોથી વાર ચેમ્પિયનશીપનો તાજ પહેરેલ છે. મુરલીધર અભિમન્યુ ઇલે.ના ઓર્નર: રામદેવભાઈ ડાંગર, ટીમના કોચ: દુર્ગેશભાઈ કુગશિયા (ઉઊં), અને ટીમના મેનેજર: વિજયભાઈ ડાંગર સાથે ટીમના કેપ્ટન: વરુણભાઈ ડાંગરને ઠેર ઠેરથી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આ ટુર્નામેન્ટના ફાઇનલ મેન ઓફ ધ મેચ: વિપુલ માવલા, બેસ્ટ બેટ્સમેન: રાહુલ અને બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ મુરલીધર અભિમન્યુ ઇલેવનના કેપ્ટન વરુણભાઈ ડાંગર રહ્યા હતા.